રાજકોટના ખેલાડી રામદેવ આચાર્યની ક્રિકેટક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
સૌરાષ્ટ્ર યુનિ.ના ઈતિહાસની ગૌરવરૂપ ઘટના : ઓસ્ટ્રેલિયાની યુનિ.ની ટીમ સામેની ક્રિકેટ સીરીઝમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટના ખેલાડી પસંદ થયા
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.નાં ક્રિકેટના ખેલાડી રામદેવ આચાર્યએ વેસ્ટઝોન ક્રિકેટ સ્પર્ધામાં હાઈએસ્ટ સ્કોર કરીને ટીમને રનર્સઅપ બનાવ્યા બાદ ઓલઈન્ડિયા કક્ષાએ યુનિ.નીટ ીમમાં તેની પસંદગી થતાં રાજકોટનાં આ ખેલાડી આગામી તા.૨૫ નવે.થી ભુવનેશ્વર ખાતે શરૂ થતી ઓસ્ટ્રેલિયા યુનિવ ર્સિટીની ટીમ સામેની મેચમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. રાજકોટની ક્રાઈસ્ટ કોલેજમાં એમ.એસ.સી. ફિઝીકસનો અભ્યાસ કરનાર રામદેવ આચાર્યને ભુવનેશ્વર અને મુંબઈ ખાતે યોજાનાર ઓસ્ટ્રેલીયા સામેની ક્રિકેટ સીરીઝમાં ભાગ લેવાની તક મળશે.
રાજકોટમાં ધો. 11 અને ધો. 12સાયન્સમાં પાસ કરીને ફીઝીકસમાં સ્નાતક કક્ષાની પદવી મેળવ્યા બાદ અનુસ્નાતક કક્ષાએ ઓસ્ટ્રોફિઝીકસમાં કારકિર્દી ઘડવા ઈચ્છુક રામદેવ આચાર્યએ સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસની સાથે એક અચ્છા વિકેટ કિપર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતું સ્થાન મેળવ્યું હતું. આજે તેઓએ જણાવ્યું હતું કે આગામી તા. 25 નવે.થી તા. 6 ડીસે. સુધી ઓસ્ટ્રેલીયા યુનિ.ની ક્રિકેટની ટીમ સાથે કુલ 6 ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ક્ષણ મેચ ભુવનેશ્વરમાં રમાશે. જયારે બાકીનાં ત્રણ મેચ મુંબઈ ખાતે રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટનાં ખેલાડીની પસંદગી કરવામાં આવી છે. ઓલઈન્ડિયા યુનિવર્સિટીનાં સહયોગથી આયોજિત આ ક્રિકેટ મેચમાં રાજકોટનાં ખેલાડીનું યોગદાન બહૂમુલ્ય બની રહેશે. યુનિ.નાં કુલપતિ ડો. કમલસિંહ ડોડીયાએ આજરોજ ખેલાડી રામદેવ આચાર્યને શુભકામનાઓ પાઠવી હતી. સૌરાષ્ટ્ર યુનિ.નાં ઈતિહાસની ગૌરવરૂપ આ ઘટનાને બિરદાવી હતી.