Get The App

શોધ ફેલોશીપ હેઠળ નર્મદ યુનિ.ના 93 વિદ્યાર્થીઓની પસંદગી

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
શોધ ફેલોશીપ હેઠળ નર્મદ યુનિ.ના 93 વિદ્યાર્થીઓની પસંદગી 1 - image


- રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નર્મદ યુનિ.માંથી પસંદ થયા : ગત વર્ષે 104 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા

        સુરત

રાજય સરકાર દ્વારા રિસર્ચ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ કંઇક ઇનોવેટીવ સંશોધન કરતા હોય તો આવા વિદ્યાર્થીઓની શોધ ફેલોશીપ હેઠળ પસંદગી થતી હોય છે. જેમાં રાજયની ૪૫ યુનિવર્સિટીઓના ૮૭૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે. જેમાં સૌથી વધુ નર્મદ યુનિવર્સિટીના ૯૩ અને તેમાય ૭૦ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થયો છે.

વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવવા, પ્રોત્સાહિત કરવા માટે રાજય સરકારે સ્ક્રીમ ઓફ ડેવલોપીંગ હાઇ કવોલીટી રીસર્ચ ( શોધ ) યોજના અમલમાં મુકી છે. જેમાં પીએચ.ડી કરનારા વિદ્યાર્થીઓ જે ક્ષેત્રે સંશોધન કરનાર હોય તેના પેપરો મંગાવીને આ યોજના હેઠળ પસંદગી કરાઇ છે. આ વર્ષે આ શોધ યોજનામાં રાજયની કુલ ૪૫ યુનિવર્સિટીઓના ૮૭૦ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે. જેમાં સૌથી વધુ ૯૩ વિદ્યાર્થીઓ નર્મદ યુનિવર્સિટીના છે.

આ ૯૩ વિદ્યાર્થીઓમાં ૭૦ વિદ્યાર્થીનીઓ અને ૨૩ વિદ્યાર્થીઓ છે. જે વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ છે. જેમાં સૌથી વધુ  બાયો સાયન્સ (બોટની ઝુલોજી, માઇક્રોબાયોલોજી ) ના ૨૨, કેમેસ્ટ્રીના ૧૯, કોર્મસના ૧૬, ફીઝીકસના ૯, ઇતિહાસના ચાર, ઇગ્લીંશ-ગુજરાતીના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે. આ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૃા.૧૫ હજારનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૧૦૪ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ હતી. 


Google NewsGoogle News