Get The App

વડોદરામાં સિક્યુરિટી ગાર્ડે મહિલાનો પીછો કરી બિભત્સ માંગણી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સિક્યુરિટી ગાર્ડે મહિલાનો પીછો કરી બિભત્સ માંગણી કરી જાનથી મારી નાખવાની આપી ધમકી 1 - image


Vadodara : વડોદરા શહેર નજીકના એક ગામમાં રહેતી 36 વર્ષની મહિલા ભાયલી ગામે એસ.ડબલ્યુ.સી કોમ્પ્લેક્સમાં આવેલી આત્મન હોસ્પિટલમાં પતિ માટે ફાલુદા તથા અન્ય સામાન લઈને જતા હતા. તે દરમિયાન કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા આરોપીએ મહિલાનો પીછો કરી કિસ આપવાનું કહ્યું છેડતી કરી હતી. આ સિક્યુરિટી જવાનનો નાના ભાઈએ મહિલા તથા મહિલાના સસરાને ગાળો આપી હતી તેમજ સિક્યુરિટી જવાનના પિતાએ મહિલાના સસરાના ગાલ પર ઇજા પહોંચાડી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પી.કે. નામના આરોપીએ મહિલાને ધમકી આપી હતી કે સમાધાન કરી લો નહીંતર હું સમાજનો આગેવાન છું અમારા સમાજના લોકોને લઈને આવીશ અને તમારા વિરુદ્ધમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવીશ.


Google NewsGoogle News