Get The App

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક સપ્તાહમાં બીજા મગરનો મૃતદેહ મળ્યો

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં એક સપ્તાહમાં બીજા મગરનો મૃતદેહ મળ્યો 1 - image

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આજે વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવતાં જીવદયા કાર્યકરોએ આઘાતની લાગણી અનુભવી છે.

હાલમાં જ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી એક મગર મૃત હાલતમાં મળી આવ્યો  હતો.જેના પગના ભાગે દોરી વીંટળાયેલી હતી અને તેના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

આજે સમા-હરણી બ્રિજ નીચે વધુ એક મગરનો મૃતદેહ તરી આવતાં ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.તેમણે મગરને કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી મગર આગળ ખેંચાઇ ગયો હતો.

આખરે નવ ફૂટના મગરના મૃતદેહનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું અને તેના મોતનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવનાર છે.


Google NewsGoogle News