ATMમાં ચીપીયો ગોઠવી રૂપિયાની ચોરી કરતા ભેજાબાજની શોધખોળ
Image Source: Freepik
સયાજીગંજ દર્શનમ સેન્ટ્રલ પાર્કમાં રહેતા દેવસિંહ વિક્રમાર્ક sbi ઉર્મી સોસાયટી શાખા પ્રોડક્ટિવિટી રોડ પર ઇન્ચાર્જ બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે અકોટા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમની બેંકના કસ્ટમર એ ફરિયાદ કરી હતી કે મેં ગત 7 મી એપ્રિલે બપોરે 1:45 વાગે ઊર્મિ સોસાયટીના એટીએમ માંથી 4500 રૂપિયા ઉપાડવા ટ્રાન્જેક્શન કર્યું હતું પરંતુ રૂપિયા નીકળ્યા ન હતા અને મારા એકાઉન્ટ માંથી રૂપિયા ડેબિટ થઈ ગયા હતા.
આવી જ ફરિયાદ બીજા એક કસ્ટમર એ કરી હતી કે ગત 20 મી એપ્રિલે બપોરે 12:15 વાગે મેં ઊર્મિ સોસાયટીના એટીએમ માંથી 9000 રૂપિયા ઉપાડવા ટ્રાન્જેક્શન કર્યું હતું રૂપિયા નીકળ્યા ન હતા પરંતુ મારા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા હતા
બંને કસ્ટમરની ફરિયાદ આવતા બ્રાન્ચ મેનેજર એટીએમ ના સીસીટીવી ચેક કરતા જાણવા મળ્યું હતું કે એક આરોપીએ એટીએમ મશીનમાં ચીપિયો મૂકી દીધો હતો જેથી ટ્રાન્જેક્શન બાદ રૂપિયા ચીપિયામાં ફસાઈ જતા હતા અને કસ્ટમરને મળતા ન હતા જ્યારે કસ્ટમરના ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જતા હતા.