વડોદરાની કરોડિયા વિસ્તારની કેનાલમાં પડેલા પુરુષની શોધખોળ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
વડોદરાની કરોડિયા વિસ્તારની કેનાલમાં પડેલા પુરુષની શોધખોળ 1 - image


Image Source: Freepik

વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં છાશવારે ડૂબવાના બનાવો બનતા હોય છે. બે દિવસ પહેલા જ સોલાર પેનલ સાફ કરવા ચડેલો યુવક કેનાલમાં પડતા મોત નિપજયું હતું.

વડોદરાના કરોડિયા રોડ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગઈકાલે વધુ એક પુરુષ પડી ગયો હોવાની માહિતી મળી છે. સુરેશભાઈ નામના આધેડ ગઈકાલે રાત્રે ઘરે પરત નહી ફરતા શોધખોળ કરવામાં આવી હતી. 

જે દરમિયાન કરોડિયા રોડ વિસ્તારની કેનાલ પાસેથી તેમનું સ્કૂટર મળી આવ્યું હતું. જેથી તેઓ અંદર પડ્યા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. કરોળિયા વિસ્તારના ફતેસિંહ ભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા શોધખોળ કરવામાં આવી રહી છે.



Google NewsGoogle News