Get The App

પોસ્ટ ઓફિસ પરત લાવવા સે-૬ના વસાહતીઓ હવે આંદોલનના મુડમાં

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
પોસ્ટ ઓફિસ પરત લાવવા સે-૬ના વસાહતીઓ હવે આંદોલનના મુડમાં 1 - image


સિનિયર સિટીઝન અને જાગૃત નાગરિકોની મહત્વની બેઠક મળી

કડીયાનાકુ દૂર ખસેડવા,દબાણો હટાવવા અને કમ્પાઉન્ડ વોલનું અધુરૃ કામ પૂર્ણ કરવા પણ ચર્ચાઃરજુઆતનો દોર

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૬માં વર્ષોથી પોસ્ટ ઓફિસ કાર્યરત હતી જુના જર્જરીત આવાસો તોડી પાડવામાં આવતા આ પોસ્ટ ઓફિસના બે વખત સેક્ટર-૬માં જ સરનામા બદલાયા બાદ આખરે તેને સે-૮માં ખસેડવામાં આવી છે. જેને લઇને સે-૩,,,,૧૨ અને સે-૧૩ના રહિશો ખાસ કરીને વડિલોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેના પગલે આજે સેક્ટર-૬માં આ બાબતે બેઠક મળી હતી જેમાં સે-૬માં પોસ્ટ ઓફિસ પરત નહી લવાય તો આંદોલનના મંડાણ થશે તેઓ એક સુર ઉઠયો હતો.

જુના અને જર્જરીત જોખમી સરકારી આવાસો તોડી પાડવામાં સેક્ટર-૬માંથી પોસ્ટ ઓફિસના બ્લોક પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. જેના પગલે આખરે આ પોસ્ટ ઓફિસને વીઆઇપી સેક્ટર-૮માં ખસેડવામાં આવી છે. આ એક જ સેક્ટરોમાં બે-બે પોસ્ટ આફિસ આવી છે. ત્યારે નવા સેક્ટરના ખાતેદારો અને વડિલોને પોસ્ટના કામ માટે ઘ અને ચ રોડ ક્રોસ કરીને જવુ પડે છે જે ખુબ જ મુશ્કેલ છે જેના પગલે આ પોસ્ટ ઓફિસ પરત સેક્ટર-૬માં આવે તે માટે વારંવાર રજુઆતો વિવિધ મંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વસાહત મંડળો દ્વારા કરવામાં આવી હતી પરંતુ કોઇ તંત્ર કે સ્થાનિક નેતાઓ રહિશો-વડિલોનુ સાંભળતા નથી જેના પગલે આજે સે-૬ ચંદ્રમૌલીશ્વર મહાદેવ મંદિર ખાતે ખાસ બેઠક મળી હતી.

 જેમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો ભેગા થયા હતા.એટલુ જ નહી, સત્વરે સેક્ટર-૬માં પોસ્ટ ઓફિસ પરત લાવવા માટે કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો સેક્ટરવાસીઓ ઉગ્ર આંદોલન છેડશે. હેડ પોસ્ટઓફિસ સામે જ ઉપવાસ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત સેક્ટરમાંથી કડિયાનાકું તથા સેક્ટરોના મુખ્ય તથા આંતરિક માર્ગો ઉપર ઉભા થઇ ગયેલા લારી-ગલ્લાના દબાણો તથા અસામાજિક તત્વોના અડ્ડા દૂર કરવા માટે પણ ચર્ચા કરાઇ હતી તથા સંબંધિક વિભાગ-તંત્રને રજુઆત કરવા માટે શિવરંજની વસાહત મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. તો સેક્ટરની કમ્પાઉન્ડવોલની અધુરી કામગીરી પણ સત્વરે પુર્ણ કરવા પણ માંગણી ઉઠી હતી. 


Google NewsGoogle News