લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મુર્તિકાર સુરતમાં પણ એવી જ પ્રતિમા બનાવે છે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મુર્તિકાર સુરતમાં પણ એવી જ પ્રતિમા બનાવે છે 1 - image


- સુરતનું આ એક એવો ગણેશ મંડપ જ્યાં બાપ્પાના દર્શન માટે 24 કલાક ભક્તો  માટે દ્વાર  ખુલ્લા 

- સમયના અભાવે મુંબઈ લાલબાગના રાજા ના  દર્શન નથી કરતા તેના માટે સુરતના કૈલાસ નગરમાં આબેહુબ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે 

સુરત, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

સુરતમાં દબદબાભેર શરૂ થયેલા ગણેશોત્સવ પાંચમા દિવસે વધુ જામ્યો છે. સુરતના મોટા ભાગના ગણેશ મંડપ રાત્રીના મોડા દર્શન માટે બંધ કરી દેવામા આવે છે. પરંતુ કૈલાસ નગરમાં લાલ બાગના રાજા ની આબેહુબ પ્રતિમા બનાવી છે  તેવો કૈલાસ નગર ગણેશ મંડળ દ્વારા ભક્તોને બાપ્પાના દર્શન માટે 24 કલાક દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે. લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મુર્તિકાર પાસે આ પ્રતિમા બનાવી હોવાથી આબેહુબ પ્રતિમા બની છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી દર્શન કરવા આવતા હોય તેમના  માટે દર્શન 24 કલાક ખુલ્લા રાખવામાં આવ્યા છે. 

લાલબાગના રાજાની પ્રતિમા બનાવનાર મુર્તિકાર સુરતમાં પણ એવી જ પ્રતિમા બનાવે છે 2 - image

સુરત શહેરમાં 75 હજારથી વધુ શ્રીજીની નાની મોટી પ્રતિમાની સ્થાપના થઈ છે. પહેલા દિવસની સ્થાપના બાદ ધીમે ધીમે માહોલ જામ્યો છે  સુરતીઓ વિવિધ મંડળો દ્વારા કરવામા આવેલા ડેકોરેશન સાથે શ્રીજીના દર્શન કરી રહ્યાં છે. સુરતના કૈલાસનગર  સાઈ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કૈલાસનગર, ગરબા ચોક ખાતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના કાળ ને બાદ કરતાં છેલ્લા સાત વર્ષથી તેઓ લાલ બાગના રાજા  જેવી જ આબેહુબ  પ્રતિમાની જ સ્થાપના કરે છે. લાલ બાગના રાજા ની પ્રતિમા બનાવનાર સંતોષ રત્નાકર કામલે પાસે જ  પ્રતિમા બનાવવામાં આવે છે. આયોજક માંના એક એવા અર્જુન સોરઠીયા કહે છે, લાલ બાગના રાજાના દર્શન કરવા દરેક ગણેશ ભક્તોની ઈચ્છા હોય છે પરંતુ કોઈ સમયના કારણે તો કોઈ પૈસાના કારણે ત્યાં જઈ દર્શન કરતા નથી. આવા ભક્તો માટે અમે લાલ બાગ ની પ્રતિમા બનાવનાર પ્રતિમાકાર પાસે જ પ્રતિમા બનાવી છે. તેથી જે લોકો મુંબઈ નથી જઈ શકતા અને બાપ્પાને ત્યાં દર્શન કરવાની ઈચ્છા હોય તેવા ભક્તોની ઈચ્છા અહીં પુરી થાય છે. 

મંડળના અન્ય સભ્ય પરિમલ સોરઠીયા કહે છે, અમારા મંડળ દ્વારા છેલ્લા સાત વર્ષથી લાલબાગના રાજા જેવી જ પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે.  જે લોકો મુંબઈ દર્શન કરવા નથી જઈ શકતા તેવા સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના અસંખ્ય ગણેશ ભક્તો દર્શન કરવા માટે અહી આવે છે. પહેલા અન્ય મંડળની જેમ અમે રાત્રીના દર્શન બંધ કરી દેતા હતા પરંતુ દુર દુરથી આવતા ગણેશ ભક્તો નિરાશ થતા હોવાથી અમે અહી લોકો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંડપના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખ્યા છે. જેના કારણે સવારે છ વાગ્યે નોકરીએ જતાં ભક્તો કે રાત્રીના બે વાગ્યે નોકરીથી આવતા ભક્તો કે અન્ય લોકો મોડી રાત્રી કે વહેલી સવાર સુધી દર્શન કરી શકે છે.



Google NewsGoogle News