દ્વારકાના દરિયાની અંદર સ્કૂબા ડાઈવર્સે ભગવાન શ્રીકૃષ્ણનાં મંત્ર જાપની માળા કરી
દ્વારકામાં યોજાઈ શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ઈવેન્ટ
વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે આયોજન : સુદામા સેતુ પરિસરમાં શ્રી કૃષ્ણ સ્તોત્રમ પર હવન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
વર્લ્ડ સન્કન સીટી ડે નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા ઈવેન્ટ યોજાઈ હતી. રાજય પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી એન.જી.ઓ. દ્વારા દ્વારકાના સુદામા સેતુ ખાતે આયોજીત ઈવેન્ટમાં રાજયના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય પબુભા માણેક સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. શ્રીકૃષ્ણ જલા જપા દિક્ષા તથા સ્કૂબા ડાઈવીંગ યોજાયું હતું. સુદામા સેતુ પરિસરમાં ઋષીપુત્રો દ્વારા શ્રીકૃષ્ણ સ્ત્રોતમ પર હવન કરવામાં આવ્યું. શાસ્ત્રીય નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સ્કુબા ાઈવ કરનારા સાતેય લોકોને ઈન્ડીયન બુક ઓફ રેકોર્ડઝ સર્ટિફીકેટ એનાયત કરી, સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સમુદ્ર અંદર ગરકાવ થઈ ગયેલી પૌરાણિક દ્વારકાના અવશેષો જયાંથી મળ્યા છે તે પંચકૂઈ નજીકના દરિયામાં સ્કૂબા ડાઈવર્સની ટીમે ઝંપલાવી દરિયાની અંદર મોરપીંછતથા માળા સાથે જઈશ્રીકૃષ્ણનાં નામના મંત્ર જાપ કર્યા હતાં.