સુભાનપુરામાં હિટ એન્ડ રનઃસ્કૂટર સવારને અડફેટમાં લઇ કાર ચાલક ફરાર
symbolic |
વડોદરાઃ સુભાનપુરા વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બનતાં પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુભાનપુરા વિસ્તારમાં આરાધના ડુપ્લેક્સમાં રહેતા ગૌરીબેને પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩જીએ સાંજે મારા પતિ સ્કૂટર લઇ કામ માટે નીકળ્યા હતા.રાતે પરત નહિ ફરતાં ફોન કર્યો હતો.
હોસ્પિટલની નર્સે તેમનો ફોન ઉપાડી અકસ્માતના બનાવની જાણ કરી હતી.જેથી સ્થળ પર જઇ તપાસ કરતાં એક કારચાલકે તેમને અડફેટમાં લેતાં માથામાં વાગવાથી બેભાન થઇ ગયા હોવાની જાણ થઇ હતી.ગોરવા પોલીસે ભાગી છૂટેલા કાર ચાલક સામે ગુનો નોંધી નંબરના આધારે તપાસ હાથ ધરી છે.