Get The App

સુરતમાં સ્કૂલ વેન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Updated: Oct 23rd, 2024


Google News
Google News
સુરતમાં સ્કૂલ વેન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા 1 - image


School Van Accident In Surat : સુરતમાં એક સ્કૂલ વેનને અકસ્માત નડ્યો. અન્ય કાર ચાલકની બેદરકારીથી સ્કૂીલ વેન પલટી ગઈ હતી, જેથી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા પહોંચી હતી. બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્કૂલ વેન પલટી ખાઈ જવાની જાણ થતા વિદ્યાર્થીઓના વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતાં.

સ્કૂલ વેન પલટી ખાતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

મળતી માહિતી પ્રમાણે, શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા એલ પી સવાણી રોડ પર વાત્સ્લય સ્કૂલના 7 જેટલા વિદ્યાર્થી ભરેલી વેન પલટી મારી ગઈ હતી. અન્ય એક કારે સ્કૂલ વેનને ટક્કર મારી હતી, જેથી સ્કૂલ વેનના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે વેન પલટી ગઈ હતી. ઘટના બાદ આસપાસના લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું, જેમણે બાળકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. બાદમાં ઈજાગ્રસ્ત બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 

આ પણ વાંચો : ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, દિવાળીના તહેવાર પર ચાર દિવસની રજા જાહેર

વાલીના જીવ તાળવે

સમગ્ર ઘટનાને લઈને હોબાળો મચી જવા પામ્યો હતો. જો કે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી, ઘટનાની જાણ વાલીઓને થતા ઈજાગ્રસ્ત તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિંગણપોર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :
SuratAccident

Google News
Google News