Get The App

સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન, 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઇ આચર્યું દુષ્કર્મ

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન, 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઇ આચર્યું દુષ્કર્મ 1 - image


Himmatnagar News: અમરેલીના વંડા બાદ હવે સાબરકાંઠા જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ત્યારે હિંમતનગરની તાલુકા શાળામાં અભ્યાસ કરતી કિશોરી પર શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. આ નરાધમ શિક્ષક બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇ ગયો હતો અને જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું છે. આ મામલે કિશોરીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળાના જ શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે. વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને શિક્ષક ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત વિષય ભણાવે છે. શિક્ષક વિદ્યાર્થીનીને બર્થડે કેક કાપવાના બહાને ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેણે સતત બે કલાક સુધી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતાં વિદ્યાર્થીની તબિયત લથડી હતી. ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકીને ભાગી ગયો હતો. 

આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સમગ્ર પંથકમાં હાહકાર મચી જવા પામ્યો છે. વાલીઓને પોતાના બાળકોને લઇને અસુરક્ષાની ભાવના અનુભવી રહ્યા છે. 

અમરેલીમાં શિક્ષકે વિદ્યાર્થી ઉપર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

અમરેલી-સાવરકુંડલા તાલુકાના વંડા વિસ્તારની એક ખાનગી શાળા શિક્ષકે શિક્ષણ જગતને શર્મશાર કરતી હરકત કરી છે. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા પોલીસ સ્ટેશનમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. વંડા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાની હોસ્ટેલમાં વિશાલ સાવલિયા નામનો શિક્ષક ગૃહપતિ તરીકે કામ કરતો  હતો. આ શિક્ષક રમતગમત અને જનરલ વિભાગ સંભાળતો હતો. 

વિશાલ સાવલિયા હોસ્ટેલની સામેના રૂમમાં રહેતો હતો અને વિદ્યાર્થીને તેના રૂમમાં બોલાવી કૃત્ય આચરતો હતો. આ ઘટના 5 તારીખ બની હતી ત્યારબાદ વિદ્યાર્થીને પાછળના ભાગે દુખાવો પણ થયો હતો. ત્યારબાદ પરિવાર નાસ્તો આપવા હોસ્ટેલ આવતા વિદ્યાર્થીને તાવ આવતો હોવાથી પરિવાર ઘરે લઈ જઇ રહ્યા હતા, તે સમયે વિદ્યાર્થીએ પરિવારને વાત સમગ્ર ઘટના વિશે જાણ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. 



Google NewsGoogle News