Get The App

રાજકોટમાં સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત, મહિલા અને એક્ટિવાને હડફેટે લીધા

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં સ્કૂલ બસે સર્જ્યો અકસ્માત, મહિલા અને એક્ટિવાને હડફેટે લીધા 1 - image


School Bus Accident in Rajkot:  રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ પાટીયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ધડાકાભેર લાઇટના થાંભલા સાથે ટકરાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટીને ડ્રાઇવરની કેબિનમાં ઘૂસી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. અકસ્માતના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અકસ્મતાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના કાલવાટ પર આવેલા કણકોટ ગામના પાટીયા નજીક ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના બસ ડ્રાઇવરે કોઇ કારણોસર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલા અને પાર્ક કરેલી એક્ટિવાને હડફેટે લીધી હતી. 

ધડાકાભેર બસ થાંભલા સાથે અથડાતાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભયભીત થઇ ગયા હતા. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. બે-ત્રણ બાળકોને નજીવી ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. 


Google NewsGoogle News