ગુજરાત શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર કર્યુ જાહેર, જુઓ કેટલી રજાઓ-સત્રના દિવસો
Gujarat School Activity Calendar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસો, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો, પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો, જાહેર રજાઓની વિગતો તેમજ ધોરણ-10-12ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો આપવામાં આવી છે.
વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક સત્ર અને વેકેશન સહિતની માહિતી આપવામાં આવી છે.
વર્ષ 2025-26ના પ્રથમ શૈક્ષણિક સત્રમાં 105 કાર્યદિવસ અને દ્વિતીય સત્રમાં 144 કાર્યદિવસ રહેશે. જ્યારે વર્ષ દરમિયાન દિવાળી વેકેશન 21 દિવસ, ઉનાળુ વેકેશન 35 દિવસ, સ્થાનિક રજાઓ 9 દિવસ અને 15 જાહેર રજાઓ મળીને કુલ 90 દિવસ રજાઓના રહેશે.