કચ્છના રણ બાદ ઝીંઝુવાડાનું રણ બન્યું દરિયો, સરસ્વતી, બનાસ અને રૂપેણ નદીના પાણી વળ્યા
Zinzuwada Desert : પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણ વિસ્તારમાં ત્રણ થી ચાર નદીઓના પાણી ફરી વળતાં રણમાં આવતા પ્રવાસીઓ સહિત અગરીયાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને નુકશાની પહોંચતા હાલત કફોડી બની છે. આ અંગે મળતી માહિતી મુજબ પાટડી તાલુકાના ઝીંઝુવાડા રણ વિસ્તારમાં સરસ્વતી, બનાસ અને રૂપેણ સહિતની નદીઓ ઓવરફલો થતા તેના પાણી ફરી વળતાં રણમાં મીની સમુદ્ર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
જ્યારે બીજી બાજુ રણમાં આવેલ વાછરડા દાદાના મંદિરે આવતા દર્શનાર્થીઓને તેમજ અગરીયાઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રણમાં વરસાદી પાણી સાથે સાથે નદીઓના પાણી પણ ફરી વળે છે ત્યારે ફરી એકવાર રણમાં પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો : કચ્છમાં સર્જાઈ અજાયબી, મીઠાનું રણ બન્યું દરિયો, સર્જાયા આહ્લાદક દૃશ્યો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાજ્યમાં આજ સુધીમાં 1098 મી.મી. (આશરે 44 ઈંચ), દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 79.50 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 38 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં એકદંરે 24 ટકાથી વધુ, સૌરાષ્ટ્રમાં 28 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. કુલ 251 તાલુકા પૈકી 123 તાલુકામાં તો દરેકમાં ઈંચથી વધુ પાણી વરસી ગયું છે. રાજ્યમાં વર્ષ 2021માં નોર્મલ સામે 98 ટકા, વર્ષ 2022માં 122 ટકા, ગત વર્ષ વર્ષ 2023માં 108 ટકા વરસાદ અને આ ત્રણ વર્ષ કરતાં આ વર્ષે વધુ 1.24 ટકા વરસાદ પડી ગયો છે અને હજુ ચોમાસું બાકી છે.
હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, ગાંધીનગર,અ સુરત, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિત અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગી આગાહી મુજબ આગામી 18 સપ્ટેમ્બર સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. આમ, 17 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન છે ત્યારે ત્યાં સુધી હાલમાં ભારે વરસાદની કોઇ શક્યતા નથી. જો કે છૂટાછવાયા સ્થળે હળવા-ભારે ઝાપટાં વરસી શકે છે.