Get The App

સાવરકુંડલાની 3 પ્રાથમિક શાળાની ધો. 1થી 8 ની માન્યતા રદ કરવા આદેશ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
સાવરકુંડલાની 3 પ્રાથમિક શાળાની ધો. 1થી 8 ની માન્યતા રદ કરવા આદેશ 1 - image


શિક્ષણનાં નામે વેપાર કરતી શાળાઓની તપાસમાં અનેક ગેરરીતિ ખુલ્લી : મનીષા ઇંગ્લીશ સ્કૂલ, ઘનશ્યામ મહારાજ પ્રાથમિક શાળા અને રાજ એકેડમી પ્રાથમિક શાળાની તપાસ દરમ્યાન અનેક ગરબડ બહાર આવતા કાર્યવાહી

અમરેલી, : શિક્ષણ એ સંસ્કાર ઘડતરની પ્રવૃત્તિને બદલે જાણે ધંધાદારી-વેપારનું માધ્યમ બની રહી હોય તે રીતે સાવરકુંડલામાં શિક્ષણનાં નામે ધમધોકાર વેપાર કરતી શાળાઓની તપાસ દરમ્યાન અનેક પ્રકારની ગેરરીતિઓ બહાર આવતા ત્રણ પ્રાથમિક શાળાઓની ધો. 1 થી 8ની માન્યતા રદ કરવાનો હુકમ રાજ્યનાં પ્રાથમિક શિક્ષણ નિયામકનાં આદેશ અનુસાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ  અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરના વિવિઘ વિસ્તારોમાં આવેલ ત્રણ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓ વિષે વાલીઓ દ્વારા અવાર નવાર જુદા જુદા પ્રકારની અનિયમિતતાઓ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને સૌ પ્રથમ સ્થાનીક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તપાસ કરીને આવેલ ફરિયાદોમાં તથ્યતા બાબતે જીલ્લા શિક્ષણાધિકારી અમરેલીને રીપોર્ટ કરવામાં આવેલ હતો. તપાસ દરમ્યાન શાળાઓની અસંખ્ય ગેરરીતીઓ બહાર આવી હતી. જેમાં એક શાળામાં સંચાલકનું રહેઠાણ અને શાળા એક્જ ઓસરીમાં હતાં..! ફ્કત એક્જ ઓરડામાં ધો 1 થી 8ના વિદ્યાથઓને એકસાથે એક્જ શિક્ષક અભ્યાસ કરાવતા માલૂમ પડયા હતા. વળી શાળા માન્યતા પ્રાપ્ત સ્થળ બિલ્ડિંગ વિસ્તાર ને બદલે અન્ય ભાડાનાં મકાનમાં શરૂ હતી. આ ઉપરાંત અન્ય એક પ્રાથમિક શાળા ને તો જ્યાં જે બિલ્ડિંગની માન્યતા મળેલ ત્યાં ખરેખર બિલ્ડિંગ જ નથી. કે આવી કોઇ શાળા જ નથી.ત્યાં તો વાસ્તવિક રીતે આખુ કોમશયલ શોપિંગ સેન્ટર જ ખડું છે. તપાસમાં ખુલ્યુકે આ રાજ એકેડમી શાળા જેનું સ્થળ મણીનગર મહુવા રોડ દર્શાવેલ છે તે ત્યાંથી ત્રણ કિમી દૂર અન્ય દિશામાં ભૂવા રોડ ઉપર આવેલ ઘનશ્યામ મહારાજ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ સાથે બેસાડવામાં આવે છે. પરિણામે નાયબ શિક્ષણ નિયામક ગાંઘીનગરની સૂચનાનુંસાર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમરેલીના હુકમથી જે.કે.એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત  મનીષા ઈંગ્લીશ સ્કુલ, સાવરકુંડલા, સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટની ઘનશ્યામ મહારાજ પ્રાથમિક શાળા, સાવરકુંડલા, જે.એસ.પી.એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની રાજ એકેડમી પ્રાથમિક શાળા, સાવરકુંડલાની ધોરણ 1 થી 8 ની માન્યતા  રદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News