Get The App

સચરાચર વરસાદે સર્જાતી સૌરાષ્ટ્રની સર્વ વ્યાપક સમસ્યા- જળબંબાકાર

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સચરાચર વરસાદે સર્જાતી સૌરાષ્ટ્રની સર્વ વ્યાપક સમસ્યા- જળબંબાકાર 1 - image


ચૂંટણી આવે છે, વચનો અપાય છે, નેતાઓ જીતે છે અને લોકો પ્રશ્નો ઉકેલવામાં હારે છે  : રાજકોટ જેવાં મહાનગરમાં મોટી બસો પણ રસ્તામાં ખુંપી જાય છે, સૌરાષ્ટ્રના રાજાશાહી વખતના પૂલોનું આયુષ્ય પૂરૂં : ચોમાસું ગમે તેવું પણ જામનગરને દૈનિક પાણી નથી મળતું

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ધારાસભા પછી લોકસભાની ચૂંટણી આવી અને ગઈ પરંતુ, લોકોના અનેક વર્ષો જુના પ્રશ્નો યથાવત રહ્યા છે. હાલ વરસાદની મૌસમ છે, 27 જૂને સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસુ છવાયું છે.  સૌરાષ્ટ્ર કૃષિપ્રધાન હોવાથી જનસુખાકારીનો આધાર વરસાદ ઉપર છે પરંતુ, સામાન્ય વરસાદની સ્થિતિને પહોચી વળવામાં પણ સરકારી તંત્ર ઉણું ઉતરતું હોય તેમ ગામેગામથી રસ્તામાં પાણી ભરાયા, ક્યાંક રસ્તો કે ક્યાંક પૂલ બેસી જવા કે છત નમી પડવા કે વૃક્ષો કે થાંભલા નમી પડવાની ફરિયાદો આવતી રહે છે. સચરાચર વરસાદ સાથે સર્વવ્યાપક સમસ્યા પાણી ભરાવાની સર્જાય છે, જે એટલી ગંભીર હોય છે કે અમુક સમય માટે વાહન વ્યવહાર અટકી જાય છે. 

સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ વાષક 29- 30 ઈંચ સામે આજ સુધીમાં સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. વાવણીનો ધમઘમાટ શરૂ થયો છે. ચોમાસાની ખરીફ તુમાં રાજ્યનું સર્વાધિક વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે પણ ઉનાળામાં સિંચાઈની સુવિધાના અભાવે ઘટે છે. આ સિંચાઈ એટલે નથી કે વરસાદી પાણીનો સંગ્રહ નથી. 

વરસાદની સાથે તંત્રની ક્ષતિઓને કારણે ગામેગામથી હાલ અસંખ્ય ફરિયાદો આવે છે કે એકાદ-બે ઈંચ વરસાદે રસ્તા પર પાણી ભરાઈ ગયા. અબજોનું આંધણ અને અદ્યતન ટેકનોલોજી છતાં દર ચોમાસે રસ્તા તુટે, ગાબડા એટલા મોટા કે રાજકોટ જેવા મહાનગરમાં મોટી બસો,ટ્રેક્ટરના તોતિંગ વ્હીલ રસ્તામાં ખુંપી ગયાના ડઝનેક બનાવો બન્યા છે. જાળવણીના અભાવે વૃક્ષો અને થાંભલા પણ તૂટે છે. સરકારી તંત્ર કાળજી લે તો આ કમસેકમ ઘટાડી શકાય છે. 

અરબી સમુદ્રના કાંઠે દેશના પશ્ચિમ છેડે વસેલા સૌરાષ્ટ્ર ઉપર ભારે વરસાદ, પૂર, વાવાઝોડાનો ખતરો સતત રહે છે અને તેથી સજાગ તંત્ર અનિવાર્ય છે. હાલ ચોમાસાની તુમાં ઉંધી રકાબી જેવા સૌરાષ્ટ્રમાં દરિયામાં વહી જતા પાણીને રોકવા નક્કર પ્રયાસોની માંગ છે. પર્યાવરણ સુધારવા વૃક્ષારોપણનો કિંમતી સમય છતાં માત્ર વૃક્ષ વાવવાના ઉત્સવ થાય છે.

સૌરાષ્ટ્રની સમસ્યાઓ પર નજર નાંખીએ તો  કોડીનાર,ઉના પંથકમાં સુગર ફેક્ટરીના અભાવે શેરડીનું વાવેતર ઘટવાની ચિંતા છે તો બદલાતી મૌસમ કેસર કેરી માટે હંમેશા પડકાર રહે છે. અમરેલીમાં મોટા મોટા નેતાઓ છે પણ સિંચાઈ માટે કાયમી સુવિધા નથી. 

ધોરાજી,ગોંડલ સહિત અનેક સ્થળે રાજાશાહી વખતના પૂલોનું આયુષ્ય ટેકનીકલી પૂરૂં થયું છે. રાજકોટના સાંઢિયા પૂલ જેવા સૌરાષ્ટ્રના અનેક પૂલો જર્જરિત છે તેમાં ધ્યાન નહીં દેવાય તો ચોમાસામાં દુર્ઘટનાનું જોખમ રહેશે.  બાબરા, સાવરકુંડલાથી માંડીને રાજકોટ જેવા શહેરોમાં નદી ગામની વચ્ચેથી પસાર થાય છે. જેની આસપાસ પૂલ પર પાણી ભરાવા, તૂટી જવાનું જોખમ રહે છે. મોરબી જિલ્લો બનાવી દીધો પણ નાના શહેર જેવી સુવિધાા નથી. જામનગર જેવા મહાનગરમાં લાં..બા બ્રિજના ધીમા કામથી લોકો ત્રસ્ત છે અને મેઘરાજા ગમે તેટલુ વરસે તો પણ આજના સમયે જામનગર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં પણ દૈનિક પાણી વિતરણ થતું નથી. ટંકારા સહિત અનેક સ્થળે બસ સ્ટેન્ડ નથી.  રાજકોટને 1400  કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પછી મુસાફરો વધ્યા છે ત્યારે ડોમેસ્ટીક સેવા એ મૂજબ વધી નથી. 

ઈન્ટરનેશનલ ફ્લાઈટ હજુ બાકી છે. આ સ્માર્ટ સિટીમાં અબજોના વિકાસકામો પછી રસ્તા જેવી પાયાની સુવિધામાં ધ્યાન દેવાની જરૂર છે. પોરબંદરમાં એરપોર્ટ સહિતના પ્રશ્નો છે. રાજકોટથી જેતપુર ગોંડલ નેશનલ હાઈ-વે પર ટૂંકા અંતરમાં બે ટોલનાકા સામે લોકવિરોધ છતાં તે દૂર થયેલ નથી. વારંવાર માંગણી અને ખાત્રીઓ પછી રાજકોટથી હરિદ્વાર સહિતની દૈનિક ટ્રેનો નથી મળી, અમદાવાદ આવતી ટ્રેનો લંબાવાઈ નથી

ખેડૂતોને નકલી અને મોંઘુ બિયારણ, પ્રાણીઓની રંજાડ, કૃષિ સાધનો પર ટેક્સથી જણસીની ઉંચી પડતર સહિતના પ્રશ્નો છે. સૌરાષ્ટ્રને સિંચાઈની બારમાસી સુવિધા મળે તો અહીંના ખેડૂત ઉનાળામા પણ કૃષિ ઉત્પાદન વધારી દેશના વિકાસમાં વધુ યોગદાન આપવા સક્ષમ છે. તો વેપારીઓના જી.એસ.ટી. સહિતના પ્રશ્નો ઉકેલાય તો ધંધા-રોજગાર વધે તેમ છે. વેપારીઓથી માંડીને ખેડૂતો ,આમ નાગરિકો ઈંધણના ભાવ ઘટાડવા, ઈન્કમટેક્સથી માંડીને ટોલટેક્સનું ભારણ ઘટાડવા વારંવાર માંગણી કરી ચૂક્યા છે. લોકો પાસે નાણાં બચશે તો તે વાપરશે અને રૂપિયો ફરતો થતા અર્થતંત્રને વેગ મળશે. 

શાળા પ્રવેશોત્સવ દર વખતે ઉજવાય છે પણ સરકારી શાળા-કોલેજની સુવિધા વધતી નથી અને ખાનગી શાળા-કોલેજોની ફી ઘટતી નથી. નેતાઓને સરકારમાં હોદ્દો અને ભણેલાને સરકારમાં નોકરી જોઈએ છે પરંતુ, સરકારી શાળાનું શિક્ષણ એટલું સુધારાતું નથી કે આ નેતાઓ, અફ્સરો કે ધનિકો તેમના સંતાનોને સરકારી સ્કૂલોમાં બેસાડે.

અત્યંત જરૂરી છે. ઉપલેટામાં કોલેરાથી પાંચના મોત નીપજ્યા છે અને આ રોગ ગમે ત્યાં ફેલાઈ શકે છે તો સૌરાષ્ટ્રભરમાં વરસાદના પગલે ઝાડાઉલ્ટીથી માંડીને ડેંગ્યુ-ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય, પાણીજન્ય, વિષાણુજન્ય રોગચાળાનો ખતરો સર્જાયો છે જે સામે ફૂડ ચેકીંગ સહિત નક્કર કામગીરીની માંગ ઉઠી છે.


Google NewsGoogle News