સરદાર ધામ VS ખોડલ ધામ વિવાદ વચ્ચે સરદાર પ્રેમીનો પત્ર વાઈરલ, સમાજના આગેવાનો પર કર્યો કટાક્ષ
Gopal Vastapara Letter : ગુજરાતમાં સરદાર ધામ અને ખોડલ ધામ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના સરદાર પ્રેમીનો પત્ર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ અને સરદાર પ્રેમી તરીકે ઓળખાતા ગોપાલ વસ્તપરાએ પત્ર લખ્યો.
રાજ્યમાં સરદાર ધામ અને ખોડલ ધામના વચ્ચે અમરેલીના સરદાર પ્રેમી તરીકે ઓળખાતા ગોપાલ વસ્તપરાએ 'આજે આંખની ભીનાશ સાથે હું આ શબ્દો લખી રહ્યો છું' શીર્ષક સાથે પત્ર લખ્યો છે. આ પત્રમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યા વિના સમાજના આગેવાનો ઉપર કટાક્ષ કરવામાં આવ્યો છે, જે અમરેલી જિલ્લાના પાટીદાર સમાજના સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
પત્રમાં લખ્યું છે કે, સમાજમાં બની બેસેલા સ્ટેજ ઉપર ચઢીને સમાજના યુવાનોને આમ કરવું, તેમ કરવું જોઈએ તેવું મોટિવેશન આપતા અસામાજિક તત્ત્વોથી ચેતીને રહેવું જોઈએ.