Get The App

હનુમાનજીના અપમાનને લઈ મોટો નિર્ણય, નૌતમ સ્વામીને અખિલ સંત સમુદાયમાંથી હટાવાયા

લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો

Updated: Sep 3rd, 2023


Google NewsGoogle News
હનુમાનજીના અપમાનને લઈ મોટો નિર્ણય, નૌતમ સ્વામીને અખિલ સંત સમુદાયમાંથી હટાવાયા 1 - image


અખિલ સંત સમુદાયમાંથી નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે. હનુમાનજીનાં અપમાન (Sarangpur Controversy) મામલે નૌતમ સ્વામીની હકાલપટ્ટી કરવામાં આવી છે. નૌતમ સ્વામીને ગુજરાત પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું

સાળંગપુર હનુમાનજીના અપમાનના કારણે સતત વિરોધ અને વિવાદનું વાતાવરણ સમગ્ર રાજ્યમાં સર્જાયું છે. વિવાદનું કારણ એવું છ કે હનુમાનજીની 54 ફૂટ ઊંચી વિશાળ અને વિશ્વ વિખ્યાત પ્રતિમાની નીચેના ભાગમાં કોતરણી કરીને કેટલાક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જે હનુમાનજીનું અપમાન હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.  આ મામલે કમલ રાવલ ભગવા સેના પ્રમુખે કહ્યું હતુ કે, આ લોકો તો આપણી ગીતા ખોટી પાડશે, દર વખતે માફી ના હોય, આજે પણ સંતો સાથે બેઠાં છીએ, આપણે ભૂલો કરી છે ત્યારે આજે ભોગવવું પડે છે. 

શું હતો મામલો ? 

સાળંગપુરમાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અને ભગવાન રામને લઈને અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ ભીંત ચિત્રોને લઈને હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


Google NewsGoogle News