જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા સંસ્કાર ભારતી રંગોળી વર્કશોપ તથા પ્રદર્શન

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા સંસ્કાર ભારતી રંગોળી વર્કશોપ તથા પ્રદર્શન 1 - image


જામનગર, તા. 29 ઓક્ટોબર 2023 રવિવાર

ભારતીય સંસ્કૃતિમાં ઉજવાતા અનેક તહેવારોમાં દિવાળીનો તહેવાર એક આગવું મહત્વ ધરાવે છે, અને તેમાં રંગોળી પણ અભિન્ન હિસ્સો છે. પ્રકૃતિ સાથે જોડાયેલ આપણી બેનમુન સંસ્કૃતિમાં લોકો પોતાની કળા મનોભાવ અને શ્રદ્ધાને રંગોળીમાં કલાત્મકતાથી રંગો પૂરી વ્યક્ત કરતા આવ્યા છે.

બદલાતા સમય સાથે રંગોળી બનાવવાની આ કળામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેનું મહત્વ આજે પણ દરેક તહેવારોમાં જોવા મળે છે.

જામનગરની સંસ્થા નવાનગર નેચર કલબ દ્વારા સંસ્કાર ભારતી રંગોળી વર્કશોપ તથા પ્રદર્શન 2 - image

આધુનિક કોમ્પ્યુટર અને મોબાઈલ યુગમાં લોકો દિવસે દિવસે આળસુ બનવા લાગ્યા છે જેના કારણે તેના અંદર રહેલ કલા ભૂસાવા લાગી છે.તેથી તેઓ સ્ટેન્સિલ (કાગળ કે પતરા માં તૈયાર કરેલ આકૃતિ) રંગોળી બનાવી તહેવારોની ઉજવણી કરવા માત્ર કરવા ખાતર કરી રહ્યા છે.પરંતુ રંગોળી એ પ્રેમનું પ્રતિક છે. સ્વાગતનું સ્વસ્તિક છે.રંગરૂપી ભાવ છે અને આકૃતિ રૂપી આવકાર છે રંગો વિનાનું જીવન પણ શુષ્ક અને નિરસ છે.રંગ થકી જ જીવન રંગીન છે વરના ગમગીન છે.નિરસ જીવનમાં સરસ,નવરંગ પૂરે એનુ નામ રંગોળી તેથી દિવાળીના દિવસોમાં તો ઘરની ગૃહિણીઓ એ તો રંગોળી માત્ર હાથથી જ બનાવવી જોઈએ.

આવનારી પેઢી આવું કળા કારીગરી માટે આકર્ષાય તે માટે જામનગરની નવાનગર નેચર કલબ  દ્વારા  સંસ્કાર ભારતીય રંગોળી વર્કશોપ અને પ્રદર્શનનું આયોજન તા:૨૯/૧૦/૨૦૨૩ ને (રવીવારે પી.વી મોદી સ્કૂલ, એમ.પી. શાહ ઉદ્યોગનગર નગર, સરૂસેકસન રોડ, જામનગર એ સ્થળે. સવારે ૯ થી ૧ દરમિયાન વર્કશોપ યોજાયો છે. જ્યારે પ્રમાણ પત્ર વિતરણ:સાંજે ૫ થી ૮ દરમિયાન કરાશે.


Google NewsGoogle News