Get The App

સણોસરા નજીક કાર સાથે અથડાતાં સણોસરાના બાઈકસવારનું મોત

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
સણોસરા નજીક કાર સાથે અથડાતાં સણોસરાના બાઈકસવારનું મોત 1 - image


- સણોસરાના બે યુવાન ગઢુલાથી પરત આવતા હતા  

- સણોસરા પેટ્રોલ પંપ નજીક સર્જાયેલાં અકસ્માતમાં અન્ય એક બાઈકસવારને ઈજાઃ વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ 

ભાવનગર : ભાવનગર-રાજકોટ હાઈ-વે પર સણોસરાના પેટ્રોલ પંપ નજીક કાર અને બાઇક અથડાતા સણોસરા ગામે રહેતાં બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક બાઈકસવાર યુવાનને ઈજા પહોચી હતી. 

બનાવની વિગત એવી છે કે,સિહોર તાલુકાના સણોસરા ગામે રહેતા પ્રમોદભાઈ મગનભાઈ ઉમરાળીયા (ઉવ.૪૫) તથા દર્પણભાઇ વિનોદભાઇ ઉમરાળીયા (ઉવ.૨૧) પોતાનું મોટરસાયકલ નં જીજે.૦૪.સીએલ.૭૦૩૯ લઇ ગઢુલા ગામેથી પરત આવતા હતા.દરમ્યાન સણોસરાના પેટ્રોલ પંપ પાસે આવતા સામેથી એક બોલેરો જેવા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મોટર સાયકલને અડફેટે લીધી હતી. જેના કારણે બાઈકસાવર બન્ને યુવાનને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં  પ્રમોદભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સારવારમાં મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ ધર્મેશભાઈએ ફોર વ્હીલ કારના અજાણ્યા ચાલક વિરૂદ્ધ સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી વાહનચાલકની શઓધખોળ હાથ ધરી છે. 


Google NewsGoogle News