Get The App

નાગપુરમાં H5N1 વાયરસથી ચાર હિંસક પ્રાણીના મોત બાદ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઇઝની સંખ્યામાં વધારો

Updated: Jan 8th, 2025


Google NewsGoogle News
નાગપુરમાં H5N1 વાયરસથી ચાર હિંસક પ્રાણીના મોત બાદ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં સેનેટાઇઝની સંખ્યામાં વધારો 1 - image


Surat : નાગપુર પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. આ ગાઈડ લાઈનના આધારે સુરત પ્રાણીસંગ્રહાલયમાં હિંસક પ્રાણીના પિંજરાને ડીસ ઇન્ફેક્શન કરવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 

હાલમાં HMPV વાઇરસનું સંક્રમણ સામે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે બીજી તરફ થોડા દિવસ પહેલા નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થતા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી એક્શનમાં આવ્યું છે. આ ઓથોરીટીએ ત્રણ જાન્યુઆરીના રોજ સુરત સહિત દેશના તમામ પ્રાણી સંગ્રહાલય માટે એડવાઈઝરી જાહેર કરી છે. સુરત પાલિકાને આ અંગેની સુચના મળ્યા બાદ સરથાણા નેચરપાર્ક ખાતે હિંસક પ્રાણીઓની દેખરેખમાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. પાલિકાના પ્રાણીસંગ્રહાલયના સ્ટાફના જણાવ્યા પ્રમાણે પહેલા દર 15 દિવસે પ્રાણીઓના પિંજરાને ડીસ ઇન્ફેક્શન કરવામાં આવતા હતા. પરંતુ હાલમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનને કારણે દર અઠવાડિયે સફાઈ તથા ડીસ ઇન્ફેક્શન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રાણીમાં કોઈ પણ લક્ષણની જાણકારી મળે તો તરત અધિકારીને જાણ કરવા સૂચના આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News