Get The App

ઉપલેટા તાલુકાની ત્રણ મોટી નદીમાંથી તંત્રની મીઠી નજર હેઠળ રેતીની ચોરી

Updated: Dec 28th, 2024


Google News
Google News
ઉપલેટા તાલુકાની ત્રણ મોટી નદીમાંથી તંત્રની મીઠી નજર હેઠળ રેતીની ચોરી 1 - image


નદીના કાંઠાને તોડી ભૂમાફિયાઓેએ ટ્રક ઉતારવા રસ્તા બનાવ્યા

રેતી માફિયાઓ દ્વારા નદીકાંઠા તોડી નાંખવામાં આવતાં ચોમાસામાં લાઠભીમોરામજેઠીકુંઢેચ સહિતનાં ગામડાંઓ જળબંબાકાર બની જાય છે

ઉપલેટા :   ઉપલેટા તાલુકામાં આવેલી ભાદર વેણુ અને મોજ નદીમાંથી મોટા પાયે રેતીનું ખનન કરીને રેતી માફિયાઓ લાખો રૃપિયા કમાય છે. આ રેત માફિયાઓએ એમના ટ્રકોને નદીમાં નીચે ઉતારવા નદીના કાંઠાઓ તોડી નાખ્યા હોવાથી  ચોમાસામાં લાઠ ભીમોરા, મજેઠી અને કુંઢેચ ગામોમાં પાણી ઘુસી જાય છે અને દર ચોમાસે જળબંબોળ સ્થિતિ સર્જાય છે. છતાં તંત્ર આંખમીચામણા કરીને રેતી કાઢવા દે છે.

ઉપલેટા તાલુકાની ત્રણ મોટી નદીઓમાં વ્યાપક પ્રમાણમાં રેતી નીકળે છે. નદીના પટમાં રેતી હોવાનું ખનીજ માફીયાઓના ધ્યાને આવતા છેલ્લા ૮ વષથી નામી-અનામી રીતે ગેરકાયદેસર લીઝ ધારકો કે લીઝ ન હોય એવા રેત માફિયાઓ રેતીનું રાત દિવસ ખનન કરી ઉપલેટા થી અંદાજીત ૭૦ થી ૮૦ કી.મી. ના અંતર સુધી સપ્લાય આપી લાખો રૃપિયા રોકડા કરી લે છે. જેના કારણે  સરકારી તંત્રને કરોડો રૃપીયાની નુકસાની થાય  છે.ે રોડ રસ્તાઓ પરથી તોતીંગ વાહનો પસાર થતાં હાવાથી રસ્તાઓને  ભારે નુકસાન થતું હોવાની ફરીયાદ ઉપલેટા તાલુકાના નગરજનો, રાજકિય સામાજીક આગેવાનો, દ્રારા ઉચ્ચ તંત્રએ રજુઆતો કરવા છતાં પણ તંત્ર આ બાબતે નિષ્ક્રિય હોય તેવું જણાવી રહયા છે.

તાલુકાના વરજાંગ જાળીયા, નાગવદર, વાડલા, ખારચીયા, સહિતના વેણુ નદીના પટમાં મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો જણાતાં ત્યાં નદી વિસ્તારના કાંઠા તોડી રેત ખનન કરનારાઓેએ પોતાના મોટા વાહનો ઉતારવા માટે રસ્તા બનાવેલ છે.કાંઠા વિસ્તારમાં પાણી હોય જે કાંઠા તોડવાથી ગામ સુધી પાણી પહોંચ્યું છે. અને આવનાર ચોમાસાના દિવસો દરમ્યાન ભાદર નદિનદી  વિસ્તારમાં આવતાં લાઠ, ભીમોરા, મજેઠી, કુંઢેચ સહિતના ગામડાઓ દર સાલ નદી માં ઘોડાપુર હોવાથી પાણી કાંઠાસમુ થઈ ગામતળની ખેતરાઉ જમીન સુધી પહોંચી જાય છે

Tags :
rajkotSand-theft

Google News
Google News