Get The App

મેશ્વોમાં રેતી ખનનઃપોલીસે દરોડો પાડી ૩૦ લાખનો મુદ્દામાલ ઝડપ્યો

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News

દહેગામ તાલુકામાં આવેલા આંત્રોલી ગામ પાસે

બે જેસીબીટ્રક સાથે બે શખ્સોને પકડીને કુલ ચાર સામે રખિયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા આંત્રોલી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પણ હવે રેતી ખનનની પ્રવૃત્તી ખુબ ફુલી ફાલી છે. ત્યારે ભુસ્તર તંત્રને વારંવાર ફરિયાદ કરવામાં આવી હોવા છતા ભુસ્તર તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરતા આખરે પોલીસે અહીં દરોડા પાડવાનું શરૃ કર્યું છે. પોલીસે મેશ્વો નદીમાં દરોડો પાડીને ગેરકાયદે રેતી ખનન કરતા બે શખ્સોને પકડી પાડયા છે. તેમની પાસેથી કુલ ૩૦ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે કુલ ચાર શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરની સાબરમતી નદી જ નહીં પરંતુ અન્ય નાની નદીઓમાં પણ રેતી ખનની બદી ફુલી ફાલી છે જેના કારણે સ્થાનિકો અને નદી કિનારાના ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગ્રામજનોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો ગામના રસ્તાઓ આ ડમ્પરો અને ટ્રકના આવન જાવનથી બિસ્માર થઇ ગયા છે. જો કે, આ રેતી ખનન રકતા માફિયા મોટા માથા હોવાને કારણે તેમની સામે કોઇ બોલવા તૈયાર નથી તેવી સ્થિતિ વચ્ચે અગાઉ દહેગામમાંથી પસાર થતી મેશ્વો નદીમાં ખનન અંગે ગ્રામજનોમાં રોષ છે ત્યારે કલેક્ટર દ્વારા પણ અહીં ગેરકાયદે ખનનની પ્રવૃત્તી અટકાવવા સુચના આપી છે જેને પગલે હવે પોલીસ પણ દરોડા પાડવા લાગી છે. ભુસ્તર તંત્ર દ્વારા અહીં કાર્યવાહી નહીં કરતા રખિયાલ પોલીસ દ્વારા નદીમાં ઉતરીને ગેરકાયદે ખનન કરતા શખ્સોને પકડી પાડયા છે. અહીંથી બે શખ્સોને પકડવામા આવ્યા છે. આ ઉપરાંત નદીમાં ખનન કરવા ઉપયોગમાં લેવાતા જેસીબી, ટ્રક સહિતનો ૩૦ લાખનો મુદ્દામાલ ઝબ્બે કરીને ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 


Google NewsGoogle News