ઘારી માટે વપરાતા માવાના સેમ્પલ ફેઇલ ઃ 180 કિલો માવાનો નાશ કરાયો
લેબોરેટરી ટેસ્ટમાં ત્રણ દુકાનોના સેમ્પલ ધારાધોરણ મુજબ ન હોવાના રિપોર્ટ બાદ ફરિયાદ પણ નોંધાવાઇ
સુરત,
છેલ્લા
બે દિવસથી ઘારીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં
ચકાસણી માટે મોકલાઇ રહ્યા છે. ત્યારે ત્રણ માવા વિક્રેતાનો 180 કિલોનો જથ્થો નાશ કરાયો
છે.
સુરત મ્યુનિ.ના આજના ચેકીંગ દરમિયાન ગોપી શેરી ભાગળ ખાતે આવેલી ઓમ બંસી માવા ભંડાર, હરીપુરા તરીતીયા હનુમાન મંદિર ખાતે આવેલી શંકરલાલ માવાવાલા અને સોમેશ્વર ચાર રસ્તા પર આવેલી શ્રી લક્ષ્મી ડેરી અને સ્વિટ નામની દુકાનમાં માવાના સેમ્પલ ધારાધોરણ મુજબ મળ્યા ન હતા. જેના કારણે પાલિકાએ આ દુકાન સામે ફરિયાદ દાખલ કરીને 180 કિલો માવા ના જથ્થાનો નાશ કર્યો હતો.