Get The App

પાર્લે પોઇન્ટના જ્વેલરી શો-રૂમમાંથી સેલ્સમેને રૂ. 7.90 લાખના દાગીના તફડાવ્યા

Updated: Nov 3rd, 2021


Google NewsGoogle News
પાર્લે પોઇન્ટના જ્વેલરી શો-રૂમમાંથી સેલ્સમેને રૂ. 7.90 લાખના દાગીના તફડાવ્યા 1 - image


- ખરીદી માટે આવતા ગ્રાહકોને દાગીના બતાવતી વખતે ચાલાકી પૂર્વક કરતબ અજમાવતોઃ ભેદી રીતે ગૂમ થતા દાગીનાનો ભેદ ફુટેજમાં ખૂલ્યો

સુરત
શહેરના અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ સ્થિત જાણીતા ડી. ખુશાલભાઇ જ્વેલર્સ નામના શો-રૂમમાં ગ્રાહકોને દાગીના બતાવતી વખતે ચાલાકી પૂર્વક રૂ. 7.90 લાખના દાગીના તફડાવનાર સેલ્સમેન સીસીટીવીમાં કેદ થઇ જતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે સેલ્સમેનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અઠવાલાઇન્સ-પાર્લોપોઇન્ટ સ્થિત જાણીતા ડી. ખુશાલભાઇ જ્વેલર્સ શો-રૂમમાંથી છેલ્લા કેટલાક સમયથી દાગીના ગુમ થઇ રહ્યા હતા. દાગીના ભેદી સંજોગોમાં ગુમ થઇ રહ્યા હોવાથી શો-રૂમના મેનેજર અને માલિક વિરેન ખુશાલભાઇ ચોકસી (ઉ.વ. 44 રહે. ડી. ખુશાલભાઇ જ્વેલર્સની ઉપર, અંબિકા નિકેતન બસ સ્ટોપ પાસે, પાર્લેપોઇન્ટ) એ તપાસ કરી હતી પરંતુ દાગીના ગુમ થવા અંગે કોઇ ચૌક્કસ કારણ જાણી શકાયું ન હતું. જેને પગલે શો-રૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.

પાર્લે પોઇન્ટના જ્વેલરી શો-રૂમમાંથી સેલ્સમેને રૂ. 7.90 લાખના દાગીના તફડાવ્યા 2 - image

જેમાં સેલ્સમેન કલ્પેશ ડાહ્યાભાઇ સોરઠીયા (રહે. એ 88, શીવદર્શન સોસાયટી, યોગી ચોક, વરાછા) ની હિલચાલ શંકાસ્પદ જણાય હતી. ફેબ્રુઆરી 2021 થી સેલ્સમેન તરીકે નોકરી કરતા કલ્પેશે શો-રૂમમાં ખરીદી માટે આવનાર ગ્રાહકોને દાગીના બતાવતી વખતે ચાલાકી પૂર્વક હીરા જડિત વીંટી 3 નંગ, કાનની બુટ્ટી 1 નંગ, 40 ગ્રામ વજનની સોનાની ચેઇન, 25 ગ્રામની ચેઇન અને બુટ્ટી વિગેરે મળી કુલ રૂ. 7.90 લાખની મત્તા ચોરી કરી હતી.

પાર્લે પોઇન્ટના જ્વેલરી શો-રૂમમાંથી સેલ્સમેને રૂ. 7.90 લાખના દાગીના તફડાવ્યા 3 - image

જેથી વિરેન ચોકસીએ ઉમરા પોલીસમાં ચોરીની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ધર્મિષ્ઠા કાનાણીએ કલ્પેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

SuratCrime

Google NewsGoogle News