Get The App

ટેક્સટાઇલ પેઢીમાં રૃા.21.07 લાખની ઉચાપતમાં સેલ્સમેનને ત્રણ વર્ષની કેદ

સુરત બહારની પાર્ટીને માલ મોકલીને પેમેન્ટના નાણાં આરોપી સેલ્સમેન મોતીલાલ પાલીવાલે પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News


ટેક્સટાઇલ પેઢીમાં રૃા.21.07 લાખની ઉચાપતમાં  સેલ્સમેનને ત્રણ વર્ષની કેદ 1 - image


સુરત
સુરત બહારની પાર્ટીને માલ મોકલીને પેમેન્ટના નાણાં આરોપી સેલ્સમેન મોતીલાલ પાલીવાલે પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા

 

ટેક્ષટાઈલ પેઢીેના સંચાલક સાથે કુલ રૃ.21.07 લાખની નાણાંકીય ઉચાપત કરી ગુનાઈત વિશ્વાસઘાતના કેસમાં સંડોવાયેલા આરોપી સેલ્સમેનને 13 માં એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અર્જુનસિંગ પ્રતાપસિંગ રણધીરે ઈપીકો-406 ગુનાઈત વિશ્વાસઘાતના ગુનામાં દોષી ઠેરવી ત્રણ વર્ષની સાદી કેદ, ફરિયાદીની લેણી રકમ 21.07 લાખ બે માસમાં ન ચુકવે તો વધુ ચાર માસની કેદની સજા ફટકારી છે.

રીંગરોડ સ્થિત જશમાર્કેટ પાસે સાકાર ટેક્ષટાઈલ માર્કેટમાં જયશ્રી ક્રિએશનના ફરિયાદી સંચાલક લીલાધર સુવાલા પાલીવાલે વર્ષ-2020માં આરોપી મોતીલાલ મોહનલાલ પાલીવાલ વિરુધ્ધ કતારગામ પોલીસમાં ઈપીકો-408,420 તથા 406 ના ગુનાની ફરિયાદ નોંધાવી હતી.  આરોપીએ ફરિયાદી પાસે એક સમાજના હોવાના નાતે સુરત બહારની પાર્ટીઓને માલ મોકલી નિયમિત પેમેન્ટની બાંહેધરી આપીને કુલ રૃ.21.07 લાખનો માલ ખરીદ્યો હતો. જે માલ બહારની પાર્ટીને મોકલીને પેમેન્ટ રોકડમાં તથા  પોતાના બેંક ખાતામાં જમા કરાવી ૨૧ લાખની નાણાંકીય ઉચાપત કરી હતી.

કતારગામ પોલીસે જેલભેગા કરેલા આરોપી મોતીલાલ પાલીવાલ વિરુધ્ધના કેસની આજે અંતિમ સુનાવણીમાં આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે તપાસ અધિકારીએ તપાસમાં બેદરકારી દાખવી હોઈ આરોપીને લાભ મળવા પાત્ર હોઈ નિર્દોષ છોડવા માંગ કરી હતી.  સીવીલ સ્વરૃપની તકરાર હોઈ તેવા સંજોગોમાં ક્રીમીનલ સ્વરૃપ આપી શકાય નહીં. જેના વિરોધમાંસરકારપક્ષે એપીપી પ્રેમલત્તા ડી.ડામોરે કુલ 9 સાક્ષી તથા 18 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે  આરોપી મોતીલાલ પાલીવાલની વિરુધ્ધ ઈપીકો-408 તથા 420 એટલે કે ગુનાઈત વિશ્વાસઘાત અને છેતરપીંડી બંને ગુના એક સાથે એક જ સમયે એક જ વ્યવહારમાં થઈ શકે નહી નો નિર્દેશ આપી બંને ગુનામાં આરોપીને શંકાનો લાભ આપ્યો હતો.  જ્યારે  ઈપીકો-406 ગુનાઈત વિશ્વાસઘાત કરી ઉચાપતનો ગુનો સાબિત થતા કોર્ટે આરોપીને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારી હતી. કોર્ટે આરોપી વિરુધ્ધ નાણાંકીય ઉચાપતનો કેસ હોઈ સજામાં પ્રોબેશનના લાભની માંગ નકારી સમાજમાં દાખલો બેસે તે માટે યોગ્ય સજા કરી ફરિયાદીને વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.


suratcourt

Google NewsGoogle News