સલાયાનાં વહાણની જળસમાધિ, 8 ખલાસીનો બચાવ, એક લાપતા
ઓમાનથી યમનની સફર વખતે સિકોતેરા ટાપુ પાસે દુર્ઘટના વહાણ ડૂબતાં નવ ખલાસીઓ કૂદી પડયા, આઠ ખલાસીઓએ તરીને બચાવ કરી લીધો : એક દરિયામાં ગૂમ થતાં શોધખોળ
સલાયા, : સલાયાના વહાણવટી હનીફ હાસમ સંઘારની માલિકીનું 750 ટનની કેપેસિટી ધરાવત ુંસિમેન્ટ ભરેલું વહાણ સીકોતેરા ટાપુ પાસે ડૂબી જતાં જેમાં રહેલ 9 ખલાસીઓ માંથી 8 ખલાસીનો બચાવ થયો છે. એક ખલાસી દરિયામાં ગાયબ છે જેની હાલ શોધખોળ ચાલુ છે.
જાણવા મળતી વિગત પ્રમાણે સલાયાના લાકડાના વહાણો ઓમાન ,યમન અને આરબઅમેરાતમાં લોકલ ભાડાઓ કરે છે અને જો ઈન્ડીયાના ભાડા મળે તો અહી આવીને ફરી ત્યાં રોજગાર માટે ચાલ્યા જાય છે. આવા સલાયાના અનેક વહાણવટીઓ દરિયાઈ દેશોમાં રોજગાર ચલાવે છે. મુળ સલાયાનું 'સફિના અલ જિલાની 'નામનું વહાણ ઓમાનના સલાલા બંદરેથી થી 26-5 નાં રોજ નીકળ્યું હતું. જેમાં સિમેન્ટ ભરી હતી.અને યમન દેશ જતું હતુ. જે તારીખ ૨૯ નાં રોજ વહેલી સવારે ખરાબ હવામાનનાં લીધે જોખમાયું હતું.જે જોતજોતામાં પાણીમાં ગરકાવ થઈ રહ્યું હતું. જે દરમ્યાન તેમાં રહેલ 9 ખલાસીઓ પોતાના જીવ બચાવવા માટે પ્રયાસો કર્યા હતા. અને તેમાંથી 8 ખલાસીઓ પોતાનો જીવ બચાવવામાં સફળ થયા હતા. એક ખલાસીની હાલ કોઈ ભાળ મળી નથી રહી જેનું નામ આદમ હસન છે. જેની હાલ કોઈ ભાળ મળી નથી. બાકીના તમામ ખલાસીઆએ વહાણમાં રાખેલા તરાપામાં બેસીને અને લાઈફ જેકેટ પહેરીન ેકૂદી ગયા હતા અને રસ્તામાં મળેલા એક બીજા ીફશિંગ વેસલે મદદ કરતા આ આઠેય બચી ગયેલ છે. આ આઠ ખલાસીઓને યમનના સ્કોટ્રા પોર્ટની ફિશીંગ બોટે બચાવ્યા હોવાના અહેવાલ મલી રહ્યા છે. જે તમામ ખલાસીઓ કાઠે પહોંચી ગયા છે. એક ખલાસીની હાલ શોધખોળ ચાલુ છે. આ બાબતે ઇન્ડીયન સેલિંગ વેસલ એસોસિયેશનનાં સેક્રેટરી આદમ ભાયાએ ઇન્ડીયન એમ્બેસીમાં પણ જાણ કરી છે. આ બનાવ બનતા સલાયાનાં વહાણવટીઓમાં શોકની લાગણી છવાઈ હતી.