સાળંગપુર હનુમાનજીને 14 કિલો ચાંદી-1.8 લાખથી વધુ હીરાજડિત વાઘા, 1800 કલાકે બન્યા વસ્ત્રો
Salangpur Kashtabhanjan Dev: ગુજરાતના વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજક હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી બુધવારે (13 નવેમ્બર) કષ્ટભંજનદેવને 31 લાખની કિંમતના 14 કિલો ચાંદી અને 1.8 લાખથી વધુના હીરાજડિત વાઘા અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
હીરાજડિત વાઘાનો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજનદેવને ચાંદીના 1 લાખ 8 હજારથી વધુના હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતાં, જેનું વજન 15 કિલો હતું. આ સાથે જ કષ્ટભંજનદેવના મુગટમાં 7 હજાર અને કુંડળમાં 3 હજાર હીરા લગાવવામાં આવ્યા હતાં. આ વાઘાની કુલ કિંમત રૂપિયા 31 લાખ જેટલી છે. આ વાઘા બનાવવા માટે 8 મુખ્ય ડિઝાઈનર અને કારીગરોએ લગભગ 1800 કલાક કામ કર્યું હતું.
કષ્ટભંજન હનુમાનજીના આ વાઘામાં ઉપયોગમાં લેવાયેલી ચાંદીમાં પણ 1 લાખ 8 હજારથી વધુના ડાયમંડ લગાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત વાઘામાં 200 અસલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્ના જડવામાં આવ્યાં છે. આ વાઘામાં આશરે 14 કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાઘાની વિશેષતા
આ વાઘામાં મુગટ, કલગી, કુંડળ, ગળાબંધ, રજવાડી સેટ, મોજડી અને કંદોરો પણ સામેલ છે. હનુમાનજીના મુગટમાં સાત હજાર અને મોજડીમાં ત્રણ હજાર ડાયમંડ જડવામાં આવ્યા છે. આ વાઘામાં થ્રીડી વર્ક, બિકાનેરી, મીણો, પેઇન્ટિંગ મીણો, ફિલિગ્રી વર્ક અને એન્ટિક વર્ક પણ કરવામાં આવ્યું છે. આ સિવાય વાઘાને આકર્ષક બનાવવા માટે મીણા કારીગરીથી 24 જેટલા મોર ડિઝાઇન કરવામાં આવ્યા છે. આકર્ષક ડિઝાઇન બનાવવા માટે વાઘામાં દસથી પંદર વખત ફેરફાર કરવામાં આવ્યો હતો. વાઘામાં જયપુરી રોડિયમ લગાવવાના કારણે તે હંમેશા ચમકતા રહેશે.
આરતી અને દર્શનનો સમય