જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, સાઈના નેહવાલે શેર કર્યો વીડિયો

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, સાઈના નેહવાલે શેર કર્યો વીડિયો 1 - image


Saina Nehwal drops a venue video  from Jamnagar: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે જીવનનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ બંને જુલાઈમાં લગ્ન કરી રહ્યા છે. આ પહેલા જામનગરમાં આજથી તેમના ત્રણ દિવસીય પ્રિ વેડિંગ સેરેમનીનો પ્રારંભ થઈ રહ્યો છે. 

વીવીઆઈપી મહેમાનો માટેની વ્યવસ્થા 

અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનની તૈયારી થઈ ગઈ છે. આ ઇવેન્ટ માટે મહેમાનોને માટે કરાયેલી રહેવાની વ્યવસ્થાની ઝલક આપતો એક વીડિયો સાઈના નેહવાલે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં વીવીઆઈપી મહેમાનો માટે તૈયાર કરેલા લક્ઝુરિયસ ટેન્ટના અંદરના દૃશ્યો પણ જોઈ શકાય છે.

જામનગરમાં વીવીઆઈપી મહેમાનો માટે લક્ઝુરિયસ ટેન્ટની સુવિધા, સાઈના નેહવાલે શેર કર્યો વીડિયો 2 - image


Google NewsGoogle News