Get The App

મધદરિયે ખલાસીની અચાનક બગડી તબિયત, કોસ્ટ ગાર્ડની ટીમે આ રીતે બચાવ્યો જીવ

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
મધદરિયે ખલાસીની અચાનક બગડી તબિયત, કોસ્ટ ગાર્ડની ટીમે આ રીતે બચાવ્યો જીવ 1 - image


Sailor Health Suddenly Deteriorated Middle Of Sea At Jafrabad : અમરેલીના જિલ્લાના જાફરાબાદના ધનપ્રસાદ નામની બોટના ખલાસીની દરિયામાં અચાનક તબિયત લથડી હતી. જેની જાણ ખારવા સમાજના પ્રમુખને થતાં તેમણે તાત્કાલિક પીપાવાવ કોસ્ટ ગાર્ડને માહિતી આપી હતી, ત્યારબાદ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની બોટ ઘટના સ્થળે પહોંચીને ખલાસીને જીવ બચાવી લેવાયો હતો. 

મધદરિયે ખલાસીની અચાનક બગડી તબિયત, કોસ્ટ ગાર્ડની ટીમે આ રીતે બચાવ્યો જીવ 2 - image

મધદરિયે ખલાસીની તબિયત લથડી

મળતી માહિતી પ્રમાણે, જાફરાબાદથી 37 નોટિકલ માઈલ દૂર દરીયામાં ધનપ્રસાદ નામની બોટના ખલાસીને શરીર જકડાઈ ગયું હતું. આ પછી બોટમાં સવાર અન્ય વ્યક્તિએ ખારવા સમાજના બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખે તાત્કાલિક પીપાવાવ કોસ્ટ ગાર્ડને આ મામલે જાણકારી આપી હતી. 

આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ

સમગ્ર ઘટનાની જાણ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને થતાં ઘટના સ્થળે પહોંચીને ખલાસીને કિનારે લાવીને પ્રાથમિક સારવાર આપી હતી. આ પછી ખલાસીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, ખલાસીને તાત્કાલિક સારવાર મળતાં તેનો જીવ બચ્યો હતો.


Google NewsGoogle News