અમદાવાદના ઓઢવમાં પાંચ મકાનોમાં ચોરી કરનાર સીકલીગર ગેંગનો સાગરીત પકડાયો
અમદાવાદમાં થોડા સમય પહેલા પાંચ મકાનોમાં ચોરી કરનાર સીકલીગર ગેંગના સાગરીત ને વડોદરા પોલીસે ઝડપી પાડયો છે.
મુળદાસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજવા રોડ વેક્સિન ગ્રાઉન્ડ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્યાંથી પસાર થઈ રહેલા નામચીન ગુનેગાર બલમતસીંગ ઉર્ફે બચુસિંહ દર્શનસિંહ ટાક (વારસિયા વીમા દવાખાનાની પાછળ, વડોદરા) ની પૂછપરછ કરતા એણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.
પોલીસ સ્ટેશનને લાવી વધુ તપાસ કરતા થોડા સમય પહેલા અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરી ના બનાવમાં તેની સંડોગણી ખુલી હતી. અગાઉ ખૂનના પ્રયાસ, ચોરી સહિત નવ ગુના માં સંડોવાયેલા બલમતસિંગે તેના સાગરીત સાથે ચોરીઓ કરી હોવાની કબુલાત કરતા અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.