Get The App

ધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા

Updated: Feb 19th, 2025


Google NewsGoogle News
ધંધુકા પાલિકામાં ફરી ભગવો લહેરાયો, ભાજપના બળવાખોર ઉમેદવાર પણ જીત્યા 1 - image


- 28 માંથી 20 બેઠકમાં ભાજપ, 7 માં કોંગ્રેસ અને એક બેઠક પર અપક્ષની જીત

- ભાજપ-કોંગ્રેસ બન્નેએ શહેરના રાજમાર્ગો પર વિજય સરઘસ કાઢી વિજયોત્સવ મનાવ્યો, 2 વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો 

ધંધુકા : અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાં ૨૦ બેઠકોમાં ભાજપ અને ૭ બેઠકોમાં કોંગ્રેસ અને ૧ બેઠક ઉપર ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. આ સાથે છેલ્લાં બે વર્ષથી ચાલતાં વહિવટદાર શાસનનો અંત આવ્યો છે. 

અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકની ગત તા.૧૬ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ તથા ભાજપના બળવાખોર ઉમેદવારોની અપક્ષ ઉમેદવારી સહિત ૬૦ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ધંધુકા નગરપાલિકાનું સરેરાશ ૫૭.૧૩ ટકા મતદાન નોંધાયું હતું. આજે સવારથી જ ધંધુકાની કિકાણી કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૮ પૈકી ૨૦ બેઠક પર ભાજપ જયારે, સાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જયારે, જ્યારે વોર્ડ નં.૨ની એક બેઠક ઉપર નગરાપિલાકના પૂર્વ કારોબારી ચેરમેન અને હાલ ભાજપ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર બળભદ્ર અગ્રાવત (ભદુ મહારાજ)નો વિજય થયો છે. જયારે, ભાજપ સામે બળવો કરનાર ભાજપના પૂર્વ પ્રમુખ હર્ષદ ચાવડાના પત્ની મધુબેનનો પરાજય થયો હતો. પાલિકામાં ભાજપની જીતને ધંધુકા શહેર ભાજપ સંગઠન, ધારાસભ્ય ઉપરાંત ધંધુકા એપીએમસીના તમામ ડિરેક્ટરોઅ આવકારી હતી. જયારે, ચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપ અને કોંગ્રેસે પોતાની જીતનો ઉત્સવ રેલી કાઢી મનાવ્યો હતો. શહેરના રાજમાર્ગો પર નિકળેવી બન્ને પક્ષની વિજય રેલીમાં વિશાળ સંખ્યામાં બન્ને પક્ષના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં. જયારે, આજે શાતિપૂર્ણ રીતે ધંધુકા નગરપાલિકાના ચૂંટણી પૂર્ણ થતાં અધિકારી અને ધંધુકા પ્રાંત ઓધિકારી તથા મદદનીશ કલેક્ટર, પોલીસ તંત્ર સહિતનાએ રાહતનો દમ લીધો હતો. 

ઉલેલખનિય છે કે, ધંધુકા નગરપાલિકા છેલ્લાં બે વર્ષથી વહિવટદાર શાસનમાં ચાલતી હતી. જો કે, તે પૂર્વે આ પાલિકામાં ભાજપનું શાસન હતું. ફરી ચૂંટણીમાં ભાજપ વિજય થતાં  ભાજપ ફરી પાલિકાનું સુકાન સંભાળશે. જયારે, આ વખત પાલિકા પ્રમુખની બેઠક મહિલા અનામત હોવાથી આગામી દિવસોમાં મહિલા પ્રમુખ પાલિકાનું સુકાન સંભાળશે. તેમ જાણવા મળેલ છે. 

વિજેતા ઉમેદવારની યાદી

વોર્ડ

વિજેતા ઉમેદવાર

પક્ષ

મળેલ મત

વોર્ડ -૧

ગીતાબેન અશોકકુમાર પરમાર

બીજેપી

૧૩૩૯

વોર્ડ -૧

મનિષાબેન શામજીભાઇ ભુંભાણી

બીજેપી

૧૧૮૭

વોર્ડ -૧

દયારામભાઇ ભીમાભાઇ ડાભી

બીજેપી

૧૪૫૨

વોર્ડ -૧ 

કલ્પેશભાઇ બાબુભાઇ ડુમાણિયા

બીજેપી

૧૪૦૭

વોર્ડ -૨ 

આશાબેન પ્રવિણભાઇ થળેશા 

બીજેપી

૧૧૧૦

વોર્ડ -૨ 

જશુબેન હસમુખલાલ ડાભી 

બીજેપી

૧૦૭૭

વોર્ડ -૨ 

રાજેશકુમાર પરષોત્તમભાઇ પરમાર 

બીજેપી

૧૧૦૯

વોર્ડ -૨ 

બળભદ્ર ભગવાનદાસ વૈષ્ણવ (ભદુ મહારાજ) 

અપક્ષ

૧૦૩૦

વોર્ડ -૩ 

રમીલાબેન બળવંતભાઇ ધંધુકીયા 

બીજેપી

૧૦૦૮

વોર્ડ -૩ 

નિતાબેન દિનેશભાઇ કણજરીયા 

બીજેપી

૧૦૬૫

વોર્ડ -૩ 

જયેશભાઇ ભનુભાઇ રાશમીયા

કોંગ્રેસ

૧૧૩૦

વોર્ડ -૩ 

અવજલહુસેન જીલનીમીયા સૈયદ

કોંગ્રેસ

૧૨૭૫

વોર્ડ -૪ 

શહેનાબાનુ ઉમરફારૂક મોદન

કોંગ્રેસ

૧૫૫૫

વોર્ડ -૪ 

સકીનાબેન ઉસ્માનગનીભાઇ દેસાઇ

કોંગ્રેસ

૧૦૦૫

વોર્ડ -૪ 

મોહંમદરઝા ઝુલ્ફીકારઅલી બુખારી

કોંગ્રેસ

૧૭૧૫

વોર્ડ -૪ 

સાબીર અહેમદભાઇ મોદન

કોંગ્રેસ

૧૫૫૪

વોર્ડ -૫ 

ખુશાલીબેન અમિતકુમાર રાણપુરા

બીજેપી

૧૦૫૦

વોર્ડ -૫ 

પારૂલબેન જિગ્નેશભાઇ આદેસરા

બીજેપી

૮૩૮

વોર્ડ -૫ 

કેતનકુમાર દેવરાજભાઇ રામી

બીજેપી

૮૯૫

વોર્ડ -૫ 

યજ્ઞોશભાઇ ભરતભાઇ શુકલ

બીજેપી

૮૬૩

વોર્ડ -૬ 

આરતી ધવલકુમાર ચૌહાણ

બીજેપી

૮૮૫

વોર્ડ -૬ 

તૃપ્તિબેન શૈલેષકુમાર રાવલ

બીજેપી

૮૩૬

વોર્ડ -૬ 

ભગવતસિંહ મહિપતસિંહ વાળા

બીજેપી

૮૪૧

વોર્ડ -૬ 

જિજ્ઞોશકુમાર ગોવિંદભાઇ ગઢીયા

બીજેપી

૮૭૨

વોર્ડ -૭ 

ગજરાબેન વિજયભાઇ ચૌહાણ

બીજેપી

૧૩૭૧

વોર્ડ -૭ 

રીનાબેન વિનોદભાઇ 

બીજેપી

૧૨૯૨

વોર્ડ -૭ 

અશોકભાઇ ઘનશ્યામભાઇ ડાભી

બીજેપી

૧૪૨૬

વોર્ડ -૭ 

મોહંમદજુનેદ યાકુબભાઇ દેસાઇ

કોંગ્રેસ

૧૩૬૮


Google NewsGoogle News