નર્મદામાં જમીન વિવાદ મુદ્દે બબાલ: સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને લાફો ઝીંક્યો
Dhaneshwar Temple Land dispute : સામાન્ય રીતે કોઇ વાતને લઇને સામાન્ય લોકોના ઝઘડાના કિસ્સા તો સામે આવે છે. પરંતુ નર્મદામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યા છે. જેમાં જૂના જમીન વિવાદના મુદ્દે એક સાધ્વીએ ભરી સભામાં સાધુને તમાચો ઝીંકી દીધો હોવાનો વિડીયો સામે આવ્યા છે. જોકે આ આ જમીન વિવાદ બાબતે થયેલી માથકૂટ બાદનો છે. જેમાં ધનેશ્વર મંદિરના સાધ્વીએ સદાનંદબાપુને તમાચો ઝીંકી દેતાં વિવાદ વકર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાના નાદોદ નજીક ધનેશ્વર આશ્રમમાં જમીન વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. જેને લઇને એક માથાકૂટનો વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે જમીન મામલે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં આ વિવાદ માથાકૂટમાં પરિવર્તિત થઇ જાય છે અને ધનેશ્વર આશ્રમની સાધ્વી સદાનંદબાપુને લાફો ઝીંકી દે છે.
જાનકીદાસ બાપુની પત્નીએ કરી ફરિયાદ
ધનેશ્વર મંદિરના મહંત જાનકીદાસ બાપુના પત્ની ભાગવતદાસે 100 નંબર પર ટેલિફોન કરીને ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે સદાનંદ મહારાજ અને અન્ય ઇસમોએ તેમના મોડી રાત્રે તેમના આશ્રમ પર પથ્થરમારો કરી અપશબ્દો બોલ્યા હતા. જેથી પોલીસ ટીમ તપાસ માટે પહોંચી હતી, આ દરમિયાન બંને પક્ષો પર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા.
આ પણ વાંચો: બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત, થરાદ હેડક્વાર્ટર રહેશે
પોલીસ સદાનંદબાપુને લઇ જવાની તૈયારી હતી ત્યારે પોલીસ સાધ્વી ભાગવત દાસે સદાનંદબાપુને ધક્કો મારી લાફો ઝીંકી દીધો હતો. સદાનંદબાપુએ કહ્યું હતું કે આ લોકોએ અનેકવાર મારા હુમલો કર્યો હતો. ધનેશ્વર આશ્રમની સંપત્તિ હડપવા માટે કાવતરા રચી ગામનું વાતાવરણ ડહોળી રહ્યા છે.
સદાનંદ બાપુએ કહ્યું હતું કે હું રજૂઆતો કરીને કંટાળી ગયો છે. મહંત જાનકીદાસ અસામાજિક વ્યક્તિને લોકો પણ તેમને ઓળખે છે. હું આશ્રમમાં એકલો રહું છું તો આ લોકો ગમે ત્યારે મારા હુમલો કરી મારી હત્યા કરાવી નાખશે એવી મને શંકા છે. એટલા માટે મને સુરક્ષા પુરી પાડવામાં આવે.
તો બીજી તરફ જાનકીદાસ મહંતના પત્ની સાધ્વી ભાગવતદાસે આરોપ લગાવતાં કહ્યું હતું કે મંદિરના પૂર્વ મહંતની હત્યા બાદ હવે અમારી પણ હત્યા થઇ શકે છે. સદાનંદ બાપુ, મહેશ તડવી, જિતેન્દ્ર ગૌસ્વામી સહિતના લોકો જમીન પચાવી પાડવામાં કાવતરા રચી રહ્યા છે અને અમને અહીંથી તગેડી મૂકીને હોટલ બનાવવા માંગે છે.