સચીન જીઆઇડીસી આવતાં-જતાં ગભેણી ચોકડી પાસે સવાર-સાંજ ભારે ચક્કા જામ થાય છે
પ્રતિનિધિ દ્વારા સુરત તા. 18 નવેમ્બર 2021 ગુરૂવાર
સચિન જીઆઈડીસીમાં રોડ-રસ્તાના કામને કારણે ગેટ નંબર 1 કામચલાઉ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે વાહનોને ગેટ નંબર 2થી અવરજવર કરવી પડે છે. કિન્તુ હાઈવે ઉપર ગભેણી ચોકડી પહેલાં સવાર-સાંજ વાહનોનો ભારે ચક્કાજામ થાય છે.
મગદલ્લા-સચિન હાઇવે ઉપર ગભેણી ચોકડી પહેલાં હાઇવે ઓથોરિટીએ વાહનોના નિયંત્રણ માટે બનાવેલાં બમ્પરને કારણે વાહનોની લાંબી લાઇનો સચીન જીઆઇડીસીથી નીકળતા રોજેરોજ લાગી રહી છે, એમ કારખાનેદાર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું.
મોડીસાંજ પછી હાઈવે ઉપર વાહનોની લાંબી લાંબી કતારો થાય છે. આને કારણે ઉદ્યોગકારો અને કારખાનેદારોના કલાકો બગડી રહ્યાં છે. આ મુદ્દે હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ધ્યાન દોરવામાં આવશે, કે જેથી ટ્રાફિક-જામની રોજેરોજની સમસ્યામાંથી ઉદ્યોગકારોને રાહત મળે.