'મેં ચૂંટણી લડવાની ના પાડી હતી છતાંય પાર્ટીએ મને ટિકિટ આપી', ડૉ. તુષાર ચૌધરીનું મોટું નિવેદન

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
'મેં ચૂંટણી લડવાની ના પાડી હતી છતાંય પાર્ટીએ મને ટિકિટ આપી', ડૉ. તુષાર ચૌધરીનું મોટું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ તબક્કામાં ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી ઠાકોર જ્યારે કોંગ્રેસે ડૉ.તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ત્યારે સાબરકાંઠા બેઠક રસપ્રદ બની રહેવાની છે. સાબરકાંઠા જિલ્લા કાર્યાલય ખાતે કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત દરમિયાન ડૉ. તુષાર ચૌધરીએ મોટુંનું નિવેદન આપ્યું હતું.

ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું હતું કે, 'સાબરકાંઠા માટે હવે મારા રુપમાં રેડીમેડ ઉમેદવાર મળ્યા છે. કોંગ્રેસમાં મેં ચૂંટણી લડવાની ના કહી હતી અને છતાંય મને ટિકિટ આપવામાં આવી છે. આમ તુષાર ચૌધરીને તેમની ના ભણવા છતાં કોંગ્રેસે પસંગ કર્યા હોવાનો એકરાર કર્યો હતો. મારી ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી. મારી ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકથી પણ ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી. પાર્ટીને હતું કે મને ઉતારશે તો જ આ બેઠક બચી શકશે અને પાર્ટીએ આગ્રહ કર્યો હતો. એટલે પાર્ટીના કહેવાથી વિધાનસભા લડ્યો હતો. લોકસભામાં પણ એ જ પ્રકારનું છે કે મારી લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા ન હતી. હું ખેડબ્રહ્માથી ધારાસભ્ય હતો, આ(સાબરકાંઠા) વિસ્તાર માટે હું નવો છું. અહીંના લોકો અને કાર્યકર્તાઓને એવું થાય કે બહારથી આવીને બેઠક પચાવી પાડી. પરંતુ પાર્ટીને એવું લાગ્યું કે હું ટક્કર આપી શકું એવું ઉમેદવાર છું એટલે મારી પસંદગી કરી છે.'

વધુમાં ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું કે, 'આ વિસ્તાર મારા પિતાની કર્મભૂમિ હતી. દુષ્કાળ વખતે રાહત કામો અને ઢોરવાડા શરૂ કરેલા. લોકો અને પશુઓને બચાવેલા. મારા પિતાના એ કામો પચાસ વર્ષ પછી પણ જીવંત છે. લોકો એ કામો ભૂલ્યા નથી.'

ભાજપે દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી

ભાજપે સાબરકાંઠા લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડનું પત્તુ કાપીને નવા ચહેરાને તક આપી છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા મેઘરજ તાલુકાના હીરાટીંબા ગામના ભીખાજી ઠાકોરને લોકસભા ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. 

ક્યા તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન?

• પહેલા તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.

• બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.

• ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.

• ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.

• પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

• છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

• સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.

• પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં ક્યારે છે લોકસભા ચૂંટણી?

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. ઉમેદવારી પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે અને નામાંકનની છેલ્લી તારીખ 19 એપ્રિલ હશે, જ્યારે નામાંકન પત્રની તપાસ આગલા દિવસે થશે. નામાંકન પરત લેવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે.


Google NewsGoogle News