Get The App

ચેન્નાઇ લગ્નમાં ગયેલા વેપારીના ઘરમાંથી રોકડ અને ડોલરની ચોરી

સોના-ચાંદીના દાગીના, કેમેરો, રોકડ, ડોલર તેમજ દિરહામ ચોરો ઉઠાવી ગયા

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
ચેન્નાઇ લગ્નમાં ગયેલા વેપારીના ઘરમાંથી રોકડ અને ડોલરની ચોરી 1 - image

વડોદરા, તા.23 શહેરના અટલાદરા વિસ્તારના એક બંગલોના માલિક લગ્ન માટે ચેન્નાઇ ગયા ત્યારે ત્રાટકેલા ચોરો ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી રૃા.૨.૭૦ લાખની મત્તા તેમજ અમેરિકન ડોલર અને દિરહામ ઉઠાવી ગયા  હતાં.

અટલાદરામાં બંસી બંગલોમાં રહેતા વિજયકુમાર કરૃણાકરણ નાયરે અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સયાજીગંજમાં યુનિક ટ્રેડ સેન્ટર ખાતે હું પબ્લિકેશનની ઓફિસ ધરાવું છું. મારા ભાણેજના તા.૧૮થી ૨૦ સુધી લગ્ન  હોવાથી હું તેમજ મારી પત્ની નયના બંને ચેન્નાઇ ગયા હતાં. તા.૨૦ના રોજ મારી ઓફિસમાં કામ કરતો રાકેશ સોલંકી મારા બંગલાના મકાનના કમ્પાઉન્ડની નવી દિવાલ પર પાણી છાંટવા ગયો ત્યારે બંગલાના પાછળના ભાગનો દરવાજો તૂટેલો જણાયો  હતો.

આ અંગે તેણે મને ફોન કરી જણાવેલ કે દરવાજાનો નકૂચો તૂટેલો છે અને અંદરથી ગણપતિની મૂર્તિ બહાર પડેલી છે. બાદમાં મારા પાડોશી સાથે તેણે અંદર જઇને તપાસ કરતાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. બીજી દિવસે હું ચેન્નાઇથી પરત આવ્યો ત્યારે બંગલાના નીચેના અને ઉપરના માળે મૂકેલા બેડરૃમનો સામાન વેરવિખેર જણાયો હતો અને અંદરથી ચાર જોડ સોનાની બુટ્ટી, ૫૦૦ ગ્રામ ચાંદીના સિક્કા, ડિજિટલ કેમેરો, રોકડ મળી કુલ રૃા.૨.૭૦ લાખની મત્તા, ૧૩૦૦ અમેરિકન ડોલર અને દુબઇની દિરહામ ૫૦૦ની ચોરી થઇ  હોવાનું જણાયું હતું.




Google NewsGoogle News