Get The App

રૂપાલા વિવાદ : ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં, અમદાવાદમાં આજે કોર કમિટીની બેઠક

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
રૂપાલા વિવાદ : ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં, અમદાવાદમાં આજે કોર કમિટીની બેઠક 1 - image


Lok Sabha Elections 2024: રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. આ તરફ, ભાજપ પણ જરાય પીછેહટ કરવાના મતમાં નથી. આ જોતાં આ વિવાદ વધુ ઘેરો બની શકે છે. આજે અમદાવાદમાં ક્ષત્રિય કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે જેમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવશે.

રુપાલા સામેનો વિવાદ વધુ વકર્યો 

ક્ષત્રિયો વિરૂધ્ધ ટિપ્પણી કરતાં રુપાલા સામેનો વિવાદ વધુ વકર્યો છે. સરકાર સાથેની બેઠક પણ નિષ્ફળ રહી છે. એટલુ જ નહીં, ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પષ્ટ કર્યુ છે કે, રૂપાલાએ દિલથી માફી માંગી છે. ક્ષત્રિયો માફ કરી દેશે. અમિત શાહે પણ સંકેત આપ્યા છે કે, કોઈ બદલાવ નહી થાય. ક્ષત્રિયોની માગ સ્વિકારવાનો સવાલ જ નથી.

આજે બપોરે બે વાગ્યા પછી બેઠક યોજાશે

આ તરફ, અમદાવાદમાં ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે આજે બપોરે બે વાગ્યા પછી ક્ષત્રિય સમાજની સંકલન સમીતીની બેઠક યોજાશે જેમાં આંદોલનની ભાવિ રણનીતિ ઘડાશે. ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાનો સામે રૂપાલાને માફ કરવાના મતમાંથી નથી. ક્ષત્રિયોના મતે, આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રૂપાલા ફોર્મ પાછુ ખેંચશે કે કેમ તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને તે આધારે નવી રણનીતિ નકકી કરશે. જોકે, રૂપાલાને ભાજપે મેન્ડેટ આપી દીધો છે એટલે ફોર્મ પરત ખેંચવાની વાત પર પૂર્ણવિરામ મુકાયુ છે. હવે ક્ષત્રિયો આંદોલન કરી ભાજપ સામે કેવી લડત આપે છે તે જોવાનું રહેશે.

રૂપાલા વિવાદ : ક્ષત્રિય સમાજ હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં, અમદાવાદમાં આજે કોર કમિટીની બેઠક 2 - image


Google NewsGoogle News