Get The App

રૂપાલા વિવાદને કારણે ભાજપમાં ભડકો, ધોરાજીમાં તાલુકા ઉપપ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના રાજીનામા

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
રૂપાલા વિવાદને કારણે ભાજપમાં ભડકો, ધોરાજીમાં તાલુકા ઉપપ્રમુખ સહિત અનેક હોદ્દેદારોના રાજીનામા 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને એક તરફ ગુજરાતમાં ભાજપ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે બીજી તરફ રૂપાલાના નિવેદનને લઈને ભાજપ પક્ષમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. એક તરફ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યો છે ત્યારે આજે ધોરાજી તાલુકા ઉપપ્રમુખ સહિત અનેક હોદ્દેદારોએ રાજીનામું આપી દીધા છે.

બાય બાય ભાજના સૂત્રોચ્ચાર સાથે રાજીનામા આપ્યા

રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદનનો વિવાદ દિવસેને દિવસે વકરી રહ્યો છે. આ મામલે રાજ્યભરનો ક્ષત્રિય સમાજ રોષે ભરાયા છે અને દેખાવ કરી રહ્યા છે ત્યારે  ધોરાજી તાલુકાના અનેક ભાજપના ક્ષત્રિય આગેવાનોએ રાજીનામાં આપી દીધા છે. ધોરાજીના બાપુના બાવલા ચોક ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. આ આગેવાનોએ બાય બાય ભાજપના સૂત્રોચ્ચાર કરી રાજીનામા આપ્યા હતા.

અમદાવાદમાં ક્ષત્રિય સાજની બેઠક યોજાશે

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય વિશે કરેલી ટિપ્પણીને લઈને હજુ પણ ક્ષત્રિયોમાં રોષ યથાવત છે અને ઠેર-ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ધોરાજી  ભાજપ તાલુકા ઉપપ્રમુખ, તાલુકા ભાજપ મંત્રી, તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, યુવા ભાજપ મંત્રી જેવા હોદાઓ ઉપરથી રાજીનામા આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આજે ક્ષત્રિય સામજની કોર સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 


Google NewsGoogle News