Get The App

અપ્રમાણસર મિલકતના ગુનામાં રુચિ ભાવસારના સોમવાર સુધીના રિમાન્ડ

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
અપ્રમાણસર મિલકતના ગુનામાં રુચિ ભાવસારના સોમવાર સુધીના રિમાન્ડ 1 - image


જીઆઈએલમાં ફરજ દરમિયાન કૌભાંડ આચર્યું હતું

એસીબી દ્વારા તપાસ કરીને ૪.૭ કરોડની આવક કરતા વધુ મિલકતો શોધી ગુનો દાખલ કરાયો હતો

ગાંધીનગર :  ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ તરીકે ફરજ દરમિયાન કૌભાંડ કરીને કરોડોની મિલકત વસાવનાર સામે એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ગાંધીનગરના સેક્ટર ૧૦માં આવેલી ગુજરાત ઇન્ફર્મેટીક્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ એકાઉન્ટ તરીકે ફરજ બજાવતી રુચી ભાવસાર અને તેના સાથી કર્મચારીઓ દ્વારા કરોડો રૃપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને તે સંદર્ભે અગાઉ ગાંધીનગરના સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ભ્રષ્ટાચારની આ રકમમાંથી તેણીએ કરોડો રૃપિયાની મિલકત વસાવી હોવાનું પણ એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું. એસીબી દ્વારા સ્થાવર અને જંગમ મિલકતોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવતા ૪.૭ કરોડ રૃપિયાની આવક કરતા વધુ મિલકતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ગાંધીનગર એસીબી પોલીસ સ્ટેશનમાં તેની સામે  અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે ગાંધીનગર એસીબી દ્વારા આ ગુનામાં રૃચી ભાવસારની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ સોલંકી અને તેમની ટીમ દ્વારા તેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા સોમવાર બપોર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા તપાસ દરમિયાન હજી પણ વધુ મિલકતો શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે રિમાન્ડ દરમિયાન અન્ય કઈ કઈ વ્યક્તિઓ પાસે રોકાણ કર્યા છે અથવા તો તેમના નામે રોકાણ કરી દીધા છે તેની વિગતો પણ મેળવવામાં આવશે.


Google NewsGoogle News