ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડનો રેલો મુંબઈ પહોંચ્યો, પોલીસ તપાસનો ધમધમાટ
7 Crore Cash Seized At Gujarat–Rajasthan Border: બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર એક કારમાંથી પોલીસે રૂપિયા 7 કરોડ રૂપિયાની બેનામી રકમ કબજે કરી હતી. જેમાં પકડાયેલા મહેસાણાના બે શખસે પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા માટે દિલ્હી મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ મામલે રાજસ્થાન ઈન્કમટેક્ષ વિભાગ તેમજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આયકર વિભાગ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
મહેસાણાના બે શખસોએ પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા દિલ્હી મોકલ્યા હોવા સહિતના વટાણા વેર્યા હતા. રાજસ્થાનના માવલ પોલીસ ચેકપોસ્ટ પરથી કારમાં સીટના નીચે ગુપ્ત ખાનામાંથી સાત કરોડ રૂપિયાથી વધુની રોકડ સાથે મહેસાણાના બે શખસ ઝડપાયાં હતાં. આ રોકડ રકમના કોઈપણ પુરાવા આ લોકો પાસે મળ્યા ન હતા. આ મામલે પોલીસ ગુનો નોંધી આગળની તપાસ માટે સિરોહી આયકર વિભાગ આરોપીઓને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહેસૂલ વિભાગમાં વર્ગ-1 અને 2 ના 123 અધિકારીઓની બઢતી-બદલી, જુઓ કોને ક્યાં મળી પોસ્ટિંગ
પોલીસ અધિકારી સીતારામના જણાવ્યાનુસાર, કરોડોની રોકડ સાથે પકડાયેલા આ શખસોને મુંબઈની પાર્ટીએ પૈસા લેવા માટે દિલ્હી મોકલ્યા હતા. તેઓ જણાવેલા લોકેશન પહોંચ્યા, ત્યારે અજાણ્યા શખસે આ આરોપીઓને રૂપિયા ભરેલી કાર આપી હતી. અમદાવાદ આવ્યા બાદ પૈસા કોને આપવાના છે અથવા આગળ ક્યાંક લઈ જવાના છે તેની જાણ કરવાનું કહ્યું હતું. દિલ્હીથી નાકળીને આસાનીથી માવલ ચેક પોસ્ટ સુધી પહોંચ્યા હતા. પરંતુ ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં રાજસ્થાન પોલિસ બોર્ડર પર અટકવ્યા હતાં. આયકર વિભાગ અને પોલિસે આ રોકડ રકમની ગેરકાયદે હેરાફેરી સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.