રૂ. 2000ની નોટનો તા.30મી એ છેલ્લો દિવસ: કેટલાક પેટ્રોલ પંપો પર બોર્ડ લગાવ્યા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
રૂ. 2000ની નોટનો તા.30મી એ છેલ્લો દિવસ: કેટલાક પેટ્રોલ પંપો પર બોર્ડ લગાવ્યા 1 - image


વડોદરા, તા. 29 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ રૂ. 2000ની ચલણી નોટો બંધ કરવાની અગાઉ જાહેરાત કરી હતી અને આવી નોટો બદલવા અંગે તા ૩૦ સપ્ટે. '૨૩ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી. આવતીકાલે રૂ. ૨૦૦૦ ની નોટો બેંકો દ્વારા બદલવાનો છેલ્લો દિવસ છે. જોકે શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા રૂ. ૨૦૦૦ની નોટો આજથી જ લેવાનું બંધ કરી દીધું છે. કાલે છેલ્લા દિવસે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં નોટો બદલવા બાબતે લાઈનો લાગવાની શક્યતા નકારી શકાતી નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ચલણમાં રૂપિયા ૨૦૦૦ની નોટો ખાસ ચલણમાં ન હતી. પરિણામે ભારતીય ચલણમાંથી રૂપિયા ૨૦૦૦ની નોટો ધીમે ધીમે પાછી ખેંચી લેવાતી હતી.

જ્યારે બીજી બાજુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા થોડા સમય અગાઉ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો ભારતીય ચલણમાંથી પાછી ખેંચવા માટે જાહેરાત કરી હતી અને આ અંગે આરબીઆઈ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેર જનતા માટે અને વેપારીઓ માટે સહિત સૌ કોઈ માટે રૂપિયા ૨૦૦૦ ની ચલણી નોટો બદલવા માટે તા. ૨૦ સપ્ટે. '૨૩ આખરી મુદત આપવામાં આવી હતી જોકે રૂપિયા ૨૦૦૦ ની ચલણી નોટો પેટ્રોલ પંપ દ્વારા સ્વીકારવામાં આવતી હતી પરંતુ જ્યારે રૂ. ૨૦૦૦ની ચલણી નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પાછી ખેંચવાની જાહેરાત થઈ કે તે જ દિવસથી વેપારીઓએ આવી ચલણી નોટો નહીં સ્વીકારવા બાબતે પોતપોતાની દુકાનોમાં બોર્ડ પણ લગાવી દીધા હતા. 

રૂ. 2000ની નોટનો તા.30મી એ છેલ્લો દિવસ: કેટલાક પેટ્રોલ પંપો પર બોર્ડ લગાવ્યા 2 - image

પરંતુ હવે જ્યારે આવતીકાલે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો પરત ખેંચવાની મુદત આવતીકાલે પૂરી થાય છે ત્યારે શહેરના કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ આજથી જ રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું છે. આ અંગે પૂછપરછ કરવાથી તેમણે જણાવ્યું હતું કે આવતીકાલે નોટો બદલવાનો છેલ્લો દિવસ છે અને શનિવાર છે કામકાજનો પણ બેંકમાં આવી નોટો બદલવા માટેનો છેલ્લો દિવસ હોવાના કારણે બેંકોમાં પણ ભારે ભીડ નોટો બદલવા માટે થવાની શક્યતા નકારી શકાતી નથી.


Google NewsGoogle News