Get The App

પા.પુ. બોર્ડની કચેરીમાં વર્ષોથી ધૂળ ખાતા ભંગારના રૂ. 2 કરોડ ઉપજ્યા

Updated: Feb 14th, 2025


Google News
Google News
પા.પુ. બોર્ડની કચેરીમાં વર્ષોથી ધૂળ ખાતા ભંગારના  રૂ. 2 કરોડ ઉપજ્યા 1 - image


જૂના પાઇપ, પંપ, વાલ્વ પૈકી કેટલીક નવી ચીજો પણ ભંગારના ભાવમાં : માર્ગ-મકાન ખાતાએ રૂ. 57 લાખની અપસેટ પ્રાઇઝ નક્કી કરી હતી ઓનલાઇન હરરાજીમાં 143 લાખ વધુ મળ્યા : જૂની મશીનરીનો નિકાલ

 રાજકોટ, : રાજકોટ ઝોનની પાણી પુરવઠા બોર્ડની કચેરી દ્વારા રૂ. 56.76 લાખના ભંગારનો નિકાલ કરવા માટે હાથ ધરવામાં આવેલી ઓનલાઇન હરરાજીની પ્રક્રિયા દરમિયાન 193  લાખ જેવી રકમ વધુ ઉપજતા અંદાજે રૂ. 2 કરોડના રાજકોટ, મોરબી અને જામનગર પા.પુ. બોર્ડની કચેરીના જુના ભંગારના નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. અલબત્ત સુરેન્દ્રનગરની કચેરી હસ્તક ભંગારની વિગતો સમયસર કચેરી  નહીં મળતા તેનો હરરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

તાજેતરમાં રાજ્યની પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં હાથ ધરવામાં આવેલાં સફાઇ અભિયાન હેઠળ જુના પાઇપ, જુની મશીનરી, વાલ્વ સહિત વર્ષોથી લોખંડની જૂની ચીજવસ્તુઓના નિકાલની કાર્યવાહી હાથ ધરવા માટે જે ભંગારના લમ્મ સમ્પસમ્પ નિકાલ કરવા માટે ભાવ નિશ્ચિત કરવાની જવાબદારી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા પાણી પુરવઠા બોર્ડની કચેરીઓના ભંગારની વિગતો જાણ્યા બાદ પાઇપ અને પમ્પીંગ મશીનરીનો નિકાલ રૂ. 57.33 લાખમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયામાં ૬૭ એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાં 17 એજન્સીઓ ક્વોલીફાઇ થઇ હતી. જે પૈકી અમદાવાદની એજન્સી દ્વારા 246.24 ટકા ઉંચા ભાવ ભરવામાં આવતા રૂ.બે કરોડનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. 

સુત્રોએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા બોર્ડમાં લાખોટાની વણવપરાયેલી કેટલીક ચીજવસ્તુઓની કિંમત  લાખો રૂ. થતી હોવા છતાં તેની સાચી આકરણી કરવામાં આર. એન્ડ બી.ના અધિકારીઓ મહદ્ અંશે નિષ્ફળ ગયા હતા. કેટલીક નવી વસ્તુઓ પણ લાંબા સમયથી સુધી પડતર રહેતા અંતે ભંગારમાં આવ્યો હતો. ટેન્ડર પ્રક્રિયા પુરી થયા બાદ આ વિગતો સામે આવતા તપાસ કરવી જરૃરી બની રહી હોવાનું જણાવાયું હતું.

Tags :
Rajkotdebris-accumulatedRs-2-crore-worth

Google News
Google News