રૂ. 150ના ભાવે મળતા એનહાઈડ્રેડમાંથી માત્ર 30 જ મિનિટમાં બને છે કોકૈન, એનસીબીની નિષ્ફળતા જવાબદાર
Narcotics Control Bureau: માત્ર દોઢસો રૂપિયે કિલોના ભાવથી મળતા એસિટિક અન્હાઈડ્રાઈડ પર કેમિકલ પ્રોસેસ કરીને 30થી 45 મિનિટમાં જ કોકૈન બનાવી શકાય છે. તેમાં બીજા કેટલાક કેમિકલ મિક્સ કરીને પ્રોસેસ કરીને તેમાંથી કોકૈન અને બ્રાઉન સુગર પણ બનાવી શકાય છે. જે કેમિકલના રૂા. 200થી 500 મળતા હોય તેને ડ્રગ્સમાં રૂપાંતરિત કરતાં એક કિલોના રૂ. 1 કરોડ મળી જતાં હોય તો તેની લાલચમાં ડ્રગ્સ કંપનીઓ આવી રહી છે.
વાસ્તવમાં બહુ જ ઓછી ડ્રગ્સ કંપનીઓ રૂ. 5000 કરોડની વર્થ સુધીના કે ટર્નઓવર કે નફા સુધી પહોંચે છે. તેથી રાતોરાત કરોડપતિ અને અબજપતિ બનવાની લાલચમાં આવી જનારી કંપનીઓના પ્રમોટરો સાયકોટ્રોપિક સબસ્ટન્સનું કોકૈન કે બ્રાઉન સુગર જેવા મટિરિયલના ઉત્પાદન તરફ વળી રહ્યા છે. છેલ્લા અઢાર મહિનામાં ગુજરાત અને તેની પરિસરના રાજ્યોમાંથી 12થી વધુ ફાર્મા કંપનીઓ કેફી દ્રવ્યો બનાવવાના કેસોમાં ઝડપાઈ છે. તેમની પાસેથી અબજોના મૂલ્યનું ડ્રગ્સ પકડાયું છે.
બીજીતરફ એસિટિક એનહાઈડ્રાઈડનું લાઈસન્સ આપવાની સત્તા નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના હાથમાં જ છે. નાર્કોટિક ડ્રગ્સ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ એનહાઈડ્રાઈડને કેન્દ્ર સરકારે અંકુશિત ડ્રગ્સ તરીકે જાહેર કરેલું છે. તેનું લાઈસન્સ લીધા વિના તેમાંથી અન્ય કોઈ વસ્તુઓ બનાવી શકાતી નથી. તેના એક એક ગ્રામના વપરાશનો હિસાબ આપવો પડે છે. પરંતુ ગુજરાતનું નારોટિક કંટ્રોલ બ્યુરો આ બાબતમાં સુસ્ત હોવાથી તેનો દુરુપયોગ વધી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેને ઉપયોગ કોકૈન અને બ્રાઉન સુગર જેવા દ્રવ્યો બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: અંકલેશ્વરમાં 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયાનો મામલો, આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ
જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છેકે અંકલેશ્વરની કંપની આવકાર ડ્રગ્સ્સનું નામ જ ગેરમાર્ગે દોરનારું છે. તેની પાસે ફાર્મા કંપની તરીકેનું લાઈસન્સ જ નથી. આવકાર ડ્રગ્સ્સ કોઈ જ પ્રકારની દવાઓ પણ બનાવતી નથી. ઇન્ટમિડિયેટ્સ અને કેમિકલ્સના ક્ષેત્રની આ કંપની છે. તેણે ફાર્મા કંપની તરીકે ફોર્મ 25 કે ફોર્મ 28 ભરીને કોઈ જ પરવાનગી લીધેલી નથી.
ઔષધ માટેના પદાર્થોને કેફી દ્રવ્યો બનાવવામાં ઉપયોગ ન થાય તે માટે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ તેની કામગીરીને વધુ ચુસ્ત બનાવવી પડશે. ભૂતકાળમાં પણ ગુજરાત અને મુંબઈની ફાર્મા કંપનીઓ સાયકોટ્રોપિક સબસ્ટન્સનું ઓફ માર્કેટ સેલ કરવાના કેસમાં સંડોવાયેલી હોવાનો ઊહાપોહ થયો હતો. પરંતુ આ કંપનીઓએ કેસની વિગતો દબાવી દેવામાં સફળતા મેળવી હતી. તેની સામે ગુજરાતની જ અન્ય એક ફાર્મા કંપનીએ ઝુંબેશ છેડી હતી.
આ પણ વાંચો: ખેડામાં પાડોશીએ જ ત્રણ બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે કરી ધરપકડ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની નિષ્ફળતા જવાબદાર
સાઈકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ આવતા દરેક દ્રવ્યોનો ઉપયોગ કરનારાઓના એક એક ગ્રામના ઉપયોગનું મોનિટરિંગ કરવામાં આવે છે. ગ્વાલિયર નજીક નિમચ પાસેથી સાયકોટ્રોપિક સબસ્ટન્સનો સપ્લાય આપવામાં આવે છે. આ સપ્લાય આપતી વખતે તેના એક એક ગ્રામનો હિસાબ આપવા કંપનીઓ બંધાયેલી છે. અમદાવાદમાં નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ તેના વપરાશનું મોનિટરિંગ કરવાનું હોય છે. પરંતુ નાર્કોટિક કંટ્રોલ બ્યુરો તેના મોનિટરિંગમાં સંદતર નિષ્ફળ નીવડયું હોવાર્થી એસિટિક એનહાઈડ્રાઈડનો અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ્સ નામની કંપનીએ દુરુપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ઓક્યુપેશન સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન પણ એસિટિક એનહાઈડ્રાઈના ઉપયોગનું નિયમન કરે છે. એસિટિક એનહાઈડ્રાઈડ જોખમી ડ્રગ્સની કેટેગરીમાં આવે છે. તેના કણો હવામાં જાય તેની પણ પરમિસિબલ એક્સપોઝર લિમિટ નક્કી કરી આપવામાં આવેલી છે. એક કલાકમાં 5 પીપીએમ-પાર્ટિકલ પર મિલિયનથી વધુનું પ્રમાણ હવામાં થવું ન જોઈએ. આઠ કલાકની શિફ્ટ માટે આ મર્યાદા નક્કી કરી આપવામાં આવેલી છે.