વિયેતનામ ફરવા ગયેલા વેપારીના બંધ મકાનમાંથી રૃા.૧૩.૪પ લાખની ચોરી
રાજકોટની ગાંધી સોસાયટીમાં બે મકાનમાં ચોર ત્રાટકયા
સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ, ઓળખ મેળવવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસ દ્વારા તજવીજ
ફરિયાદમાં ખોજેમાભાઈએ જણાવ્યું છે કે તેને સંતાનમાં એક
પુત્રી છે. જે ઓસ્ટ્રેલીયા ખાતે અભ્યાસ કરે છે. ગઈ તા.ર૩ના રોજ બપોરે મકાનને તાળું
મારી પત્ની સાથે વિયેતનામ ફરવા માટે નિકળી ગયા હતા. જયાંથી આજે વહેલી સવારે ચારેક
વાગ્યાની આસપાસ ઘરે પહોંચ્યા હતા.
જોયું તો મકાનના મેઈન દરવાજાનું તાળું યથાવત હતું. લોક ખોલી
અંદર જોતા ઘરનો તમામ સામાન વેર-વિખેર પડયો હતો. રૃમનો દરવાજો ખુલ્લો હતો. અંદર
જોતાં કબાટનો લોક અને તિજોરીનો લોક તુટેલો હતો.
કપડા અને બીજો સામાન વેર-વિખેર પડયો હતો. રસોડામાં જોતાં પાછળના દરવાજાનું
તાળું તુટેલું હતું.
જયાંથી તસ્કરોએ ત્રાટકી કબાટમાં રાખેલ સોનાની ચાર બંગડી, સોનાની સાત વીંટી, સોનાના હાથમાં
પહેરવાના ચાર કડા, એક
સોનાનો અને મોતીનો હાર, બે
સોનાની માળા, એક
સોનાની અને બે ચાંદીની ગીન્ની,
એક સોનાનો ચેન, એક
ઘડિયાળ, લેધરનું
વોલેટ ઉપરાંત ધર્માદાના રોકડા રૃા.૩૦ હજારની ચોરી કરી હતી.
આજે સવારે માતબર રકમની ચોરીની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ
સાથે ક્રાઈમ બ્રાંચ અને એલસીબીનો સ્ટાફ દોડી ગયો હતો. જોકે ખોજેમાભાઈનાં મકાનમાં
અગાઉ સીસીટીવી હતા. જે હાલ બંધ હાલતમાં છે. પાડોશમાં લાગેલા સીસીટીવી કેમેરામાં
જોતા એક તસ્કર કેદ થઈ ગયો છે. જેની હવે પોલીસે ઓળખ મેળવવા તજવીજ શરૃ કરી છે.
ખોજેમાભાઈના બાજુમાં આવેલા એક બંધ મકાનમાં પણ તસ્કરો ત્રાટકયા હતા. જોકે ત્યાંથી
કોઈ ચોરી થઈ ન હતી.
પોલીસને ખોજેમાભાઈએ જણાવ્યું કે જે દાગીનાની ચોરી થઈ તે
મોટાભાગે ર૦ વર્ષ જૂના હોવાથી અને વારસામાં મળેલા હોવાથી તેના બીલ હાલ નથી. બાકીની
ચીજવસ્તુઓ ગીફટમાં મળી હોવાથી તેના પણ બીલ નથી.