સીતારામ સોસાયટીમાં વૃદ્ધાના મકાનમાંથી રૃા.૧ર હજારની ચોરી
બે સ્થળેથી કુલ ૧૪ હજારનો હાથફેરો
મીલપરામાં મકાનમાંથી તસ્કરો પાંચ સાડી સહિત રૃા.રપ૦૦ની મત્તા ચોરી ગયા
પ્રભાબેને પોલીસને જણાવ્યું કે ગઈ તા.૧૭નાં અયોધ્યા
સોસાયટીમાં રહેતી પુત્રીને તેના પુત્ર માટે ચોપડા લેવાના હોવાથી તે સ્કુટર લઈને
ઘરે આવતા તે તેની સાથે મવડી વિસ્તારમાં ગયા હતા.
પરંતુ રસ્તામાં તેને અકસ્માત નડતા તેણે ખાનગી હોસ્પિટલમાં
સારવાર લઈ તે તેની પુત્રીના ઘરે અયોધ્યા સોસાયટીમાં ગયા હતા અને ત્યાં જ રોકાયા
હતા. ગઈ તા.ર૧નાં પાડોશીએ તેની પુત્રીને કોલ કરી 'તમારા માતાના ઘરના તાળા તુટેલા છે' તેમ કહેતા તેણે
જમાઈ સાથે ઘરે આવી તપાસ કરતા ૧ર હજારની ચોરી થયાની જાણ થઈ હતી.
બીજા બનાવમાં વાણીયાવાડી મેઈન રોડ પર વિશાખા એપાર્ટમેન્ટમાં
રહેતા અને મિલપરામાં પોતાના જૂના બે માળના મકાનમાં નીચેના માળે રંગોલી ટેઈલર નામે
દુકાન ચલાવતા વિજયભાઈ ભગવાનજીભાઈ પીઠડીયા (ઉ.વ.પ૦)ના જૂના મકાનમાંથી તસ્કરો ગઈ
તા.૧૯ના રાત્રેથી તા.ર૦નાં વહેલી સવાર સુધીમાં દરવાજાનો નકુચો તોડી કબાટમાં રાખેલી
પાંચ સાડી અને ૧પ૦૦ની રોકડ મળી કુલ રૃા.રપ૦૦ની મતા ચોરી ગયાની ભક્તિનગર પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાઈ છે.