અમદાવાદના ગઠિયાએ ભરૃચના પરિવારને 9.54 લાખનો ચૂનો ચોપડયો
વિદેશ મંત્રીનો કેર ટેકર હોવાની ઓળખ આપીને પાસપોર્ટમાં વિઝાના સિક્કા મરાવી આપવાની ખાતરી આપી રૃપિયા પડાવ્યા
ભરૃચ : અમદાવાદના ગઠિયાએ વિદેશ મંત્રીના કેરટેકર હોવાની ઓળખ આપીને ભરૃચના શિક્ષિકા તથા તેના પરિવારના સભ્યોના મળીને ચાર પાસપોર્ટમા વિઝાના સિક્કા લગાવી આપવાના બહાને રૃ.૯.૫૪ લાખની છેતરપિંડી કરતા શિક્ષિકાના પતિએ આ મામલે ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અમદાવાદના મનમોહન ઉર્ફે ડબલુ આનંદસ્વરૃપ શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.
અમદાવાદના મનમોહન ઉર્ફે ડબલુ આનંદસ્વરૃપ શ્રીવાસ્તવ સામે ગુનો દાખલ
મારે પરિવાર સાથે કેનેડા જવુ હોવાથી જો વિદેશમંત્રીના સિક્કા લાગી જાય તો વિઝા સરળતાથી મળે એટલે મારા પાસપોર્ટમાં તથા મારી શિક્ષિકા પત્ની અને બે બાળકોના પાસપોર્ટમાં વિદેશમંત્રીના સિક્કા મારવા મે મનમોહનને વાત કરી હતી એટલે તેણે મને સિક્કા મરાવી આપવાની ખાતરી આપી હતી. આ કામ માટે મનમોહને મારી પાસેથી વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન ટુકડે ટુકડે ૯.૫૪ લાખ લઇ લીધા હતા તેમ છતાં પણ પાસપોર્ટમાં કોઈ પણ જાતના સિક્કા લાગ્યા નહી અને મે પૈસાની ઉઘરાણી શરૃ કરતા મારા ચાર પાસપોર્ટ કુરીયર મારફતે મને મોકલી આપ્યા હતા. આ મામલે મનમોહન ઉર્ફ ડબલુ સામે ફરિયાદ નોંધાયા બાદ એવી જાણકારી પણ મળી રહી છે કે મનમોહને માત્ર ભરૃચના પરિવારને જ નહી દિલ્હી, અમદાવાદ અને મુંબઇ સહિત અનેક સ્થલોએ લોકોને પોતાની જાળમાં ફસાવી રૃપીયા પડાવ્યા છે.
મનમોહને નટરવરભાઇને દિલ્હી બાલોવી વિદેશ મંત્રી સાથે ફોટા પડાવી આપ્યા
આરોપી મનમોહન ઉર્ફે ડબલુ શાતિર દિમાગનો છે. ફરિયાદી નટવરભાઇ અને તેના પરિવારને શંકા ના જાય તે માટે ફેબુ્રઆરી ૨૦૨૩ માં મનમોહને નટરવરભાઇને દિલ્હી પણ બોલાવ્યા હતા અને વિદેશ મંત્રી સાથે ફરિયાદી ના ફોટા પણ પડાવ્યા હતા. આ ઘટના બાદ નટરવરભાઇને મનમોહન ઉપર વિશ્વાસ બેસી ગયો હતો અને પૈસા આપવાનું ચાલુ રાખ્યુ હતું.