વડોદરાના આજવા રોડ પર ધોળે દહાડે મકાનના તાળા તૂટ્યા : 1.88 લાખની ચોરી
Vadodara Theft Case : વડોદરાના આજવા રોડ પર કમલાનગર પાસે સમૃદ્ધિ પાર્કમાં રહેતા આરતીબેન દીપકકુમાર રઘુવંશી ગોરવા ખાતે આંગણવાડીમાં નોકરી કરે છે. ગત 22મી તારીખે સવારે 8:00 વાગે તેઓ મકાનને તાળું મારીને પુત્રને ટ્યુશન મૂકી નોકરી પર ગોરવા ગયા હતા. સાંજે ચાર વાગે પાડોશીએ ફોન કરીને જણાવ્યું હતું કે તમારા મકાનનું તાળું તૂટેલું છે. જેથી આરતીબેન તરત ઘરે આવી ગયા હતા ઘરે આવીને જોયું તો તાળું તૂટેલું હતું અને બેડરૂમનો સામાન વેરવિખેર હતો. કબાટમાં મુકેલ સોનાનું મંગળસૂત્ર, બુટ્ટીઓ અને ચાંદીના દાગીના મળી કુલ 1.88 લાખની માતા ચોર લઈ ગયા હતા. ચોર 7:50 તોલા સોનાના દાગીના લઈ ગયા હતા જેની હાલની કિંમત સાડા પાંચ લાખ રૂપિયા થાય પરંતુ પોલીસે દાગીના ખરીદ કરતા સમયની માત્ર 1.73 લાખની કિંમત ગણી હતી.