Get The App

સિમ્ગા સ્કૂલગેટથી વાન સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા દોરડા બાંધવા પડયા

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
સિમ્ગા સ્કૂલગેટથી વાન સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા દોરડા બાંધવા પડયા 1 - image


- બાળકોને લેવા આવેલા વાલીઓ પણ ફસાયા : 1994 થી સગરામપુરામાં આ હાલત થાય છે છતા મ્યુનિ. તંત્ર ઘોરે છે

                સુરત

સ્કુલ, ઓફિસ છુટવાના સમયે જ દેમાર વરસાદ ઝીંકાતા સગરામપુરા વિસ્તારમાં આવેલી સિમ્ગા સ્કુલની બહાર દોઢ થી બે ફુટ સુધીના પાણી ભરાતા વિદ્યાર્થીઓને સ્કુલના ગેટથી વાન સુધી પહોંચાડવા માટે દોરડા બાંધીને રેસ્કયુ કરવુ પડયુ હતુ. વર્ષોથી આ જ હાલત હોવાછતા તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થઇ નહોવાનો બળાપો ઠાલવ્યો હતો.

સુરત શહેરમાં આજે દેમાર વરસાદ ઝીંકાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અટવાયા હતા. તો વિદ્યાર્થીઓ પણ વરસાદ અને ટ્રાફિક જામના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં સગરામપુરા સ્થિત ક્ષેત્રપાળ મંદિરની બાજુમાં આવેલી સિમ્ગા સ્કુલની બહાર દોઢ થી બે ફુટ સુધીના પાણી ભરાયા હતા. આ પાણીનો નિકાલ થયો ના હતો. અને બીજી બાજુ સ્કુલનો સમય પૂર્ણ થતા જ રજા મળતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અટવાયા હતા. જે વિદ્યાર્થીઓના વાલીઓ સ્કુટર કે બાઇક પર લેવા આવ્યા હતા. તે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા. તો બીજીતરફ જે વિદ્યાર્થીઓ વાનમાં ઘરે જતા હતા. તે વિદ્યાર્થીઓ પણ દોઢ થી બે ફુટ સુધીના પાણીમાંથી જઇ ના શકે તે માટે વિદ્યાર્થીઓને સ્કુલના ગેટથી લઇને વાન સુધી દોરડુ બાંધીને રેસ્કયુ કરીને લઇ જવા પડયા હતા.

અચાનક દેમાર વરસાદમાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યા હતા કે સને ૧૯૯૪ થી આવી જ સ્થિતિ છે. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં પાલિકાનું તંત્ર સદતર નિષ્ફળ ગયુ છે. વરસતા વરસાદમાં કોઇ અધટિત ઘટના બને અને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીમાં ચૂક થાય તો ત્યારે સંર્પુણ જવાબદારી કોની ? આવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.


Google NewsGoogle News