વલસાડમાં લૂંટનો મામલો, 21 વર્ષે આરોપી યુપીના કાશીથી ઝડપાયો, નામ બદલી સાધુ બનીને આશ્રમમાં રહેતો હતો
Valsad News : ગુજરાતના વલસાડમાં 23 હજારની લૂંટ કરીને ફરાર થઈ ગયેલો આરોપી 21 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના કાશીમાંથી ઝડપાયો છે. આરોપી પોલીસ પકડથી દૂર રહેવા માટે કાશી જઈને સંત બની ગયો હતો. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં 21 વર્ષ પહેલા શિવ પૂજન તિવારી નામના શખ્સે તેના સાગરિતો સાથે મળીને ધારદાર હથિયાર અને પિસ્તોલ રાખીને 23500ની લૂંટ કરી હતી. લૂંટ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો: મહેસાણા: વરઘોડામાં ઘુસીને નાચવા ગયા 11 લુખ્ખા તત્ત્વો, બહાર કાઢતા જાનૈયાઓ પર કર્યો હુમલો
સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધ્યો હતો. જ્યારે હવે 21 વર્ષ બાદ લૂંટના આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે એક્શનમાં આવી હતી અને બાતમીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી ઉત્તર પ્રદેશના કાશી સ્થિત એક આશ્રમમાં શ્રી 108 સ્વામી અનંતદેવ નામથી સાધુ બનીને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી પોલીસે આરોપીને કાશીથી ધરપકડ કરી લેવામાં આવી છે.